________________
: ૧૧૮:
જૈન દર્શન
સ€ € મિથ્થા જ્ઞાત” એ વાક્યને ખરે અર્થ એ છે કે જગના દેખાતા તમામ ભૌતિક પદાર્થો વિનાશી છે, માટે એમને મિસ્યારૂપ એટલે કે અસાર સમજવા જોઈએ; માત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા જ આરાધન કરવા ગ્ય છે, એનું આરાધન કરવું એ જ સાચું [ સત્ય] છે. ઉક્ત વાક્યને આ અર્થ અથવા એમાંથી નીકળતે આ ઉપદેશ બહ મહત્ત્વપૂર્ણ છે. અનાદિ મહુવાસનાને ભીષણ સંતાપ શમાવવા માટે આવા ઉપદેશે આપવા પ્રાચીન મહાત્માઓ અગત્યતા સમજતા હતા. જગન્ના પદાર્થો ગધેડાના શિગડાની જેમ સર્વથા અસત્ છે એ અર્થ ઉક્ત વાકથન કરે બરાબર નથી, પણ જગત્ મિથ્યા છે એટલે કે અસાર છે, એ જ અર્થ યથાર્થ અને સહુની અનુભવ દષ્ટિમાં ઊતરી શકે તેવું છે. દેખાતા બધા પદાર્થોની અસારતાનું વર્ણન કરતાં જૈન મહાત્માઓએ પણ તેમને “મિચ્યા” કહી દેવામાં કંઈ બાકી રાખી નથી. પણ એની મતલબ, દુનિયામાં
બ્રહ્મ” સિવાય વસ્તુતઃ કોઈ વસ્તુ નથી એમ નથી. સંસારને સઘળે “પ્રપંચ” વિનશ્વર હોઈ અસાર છે, અથવા એના ઉપરનો મેહ અસાર છે એ સચ્ચાઈ ઉપર ભાર મૂકવા સારું “મિથ્યા” વિશેષણ છે. એથી સર્વાનુભવસિદ્ધ જગતને શશશૃંગવત્ સર્વથા અસત્ સમજવાનું નથી. દુનિયાના દેખાતા ભૌતિક પદાર્થો સદ્ભૂત પદાર્થો છે. એ દેખાય છે તે “બેટી” જ પ્રતીતિ છે એમ નથી. રસી સર્ષરૂપે જણાતી હોય ત્યાં અને ત્યારે એ સર્પ અસત્ છે, માટે એને સર્ષ સમજ એ ભ્રમ છે, પણ સાચે સર્ષ સત્ સર્પ છે, માટે એને સર્પ સમજ એ ભ્રમ નથી, એ સાચી સમજ છે. આ
* બધું અસત્ ( ઝાંઝવાના નીરની જેમ ખોટું ) હોય તે બધમોક્ષના, સુખ-દુઃખના, સૌજન્ય-દૌજન્યના કે સત્કર્મ–અસત્કર્મના ભેદ જેવું કશું જ રહે નહિ; તે સાચા લાગતા સિદ્ધાંતના કે સનમાર્ગના ઉપદેશની જરૂર પણ રહે નહિ, કઈ કર્તવ્ય કે સવાલ જ રહે નહિ. બધું “અસત’ હતાં અસંતવાદ પણ અસત નહિ કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org