________________
દ્વિતીય ખંડ
: ૧૧૧ : માટે લાભ છે. આ ભાવના વિનયાદિ ગુણેને પ્રગટાવવામાં ઉપયોગી થઈ શકે.
(૧૧) બેધિદુર્લભત્વ. સંસારમાં બધા લાભ સુલભ છે, પણ સત્યની પ્રાપ્તિ દુર્લભ છે. મનુષ્યજન્મ સુશિક્ષણ, સુસંગતિ વગેરે તે દુર્લભ છે જ, પણ એ બધું પ્રાપ્ત થયા પછી પણ માણસ અહકારરૂપ પિશાચને તાબે થઈને એ બધાના લાભેને ગુમાવી બેસે છે. ધર્મ અને સંપ્રદાયના નામે આપણે અહંકારના પૂજારી બનીએ છીએ, જેથી વિશુદ્ધ સત્યની પ્રતીતિ કે ઉપલબ્ધિ થવા પામતી નથી. આમ, “બધિ” અર્થાત્ વિશુદ્ધ સત્યની ઉપલબ્ધિના દૌલભ્ય વિષે વિચાર કરે એ બધિદુર્લભત્વભાવના છે.
(૧૨) ધર્મ સ્વાખ્યાતત્વ. ધર્મનું કથન કેવી રીતે કરાય, જેથી એ “સ્વાધ્યાત” અર્થાત્ સારી રીતે કહેવા કહેવાયએ બાબતને વિચાર કર એ ધર્મ સ્વાખ્યાતત્વભાવના છે. ધર્મ બધાને માટે હિતકારી હવે જોઈએ, એમાં બધાને સમાન અધિકાર હોવું જોઈએ, ધર્મના ભિન્ન ભિન્ન જણાતા ઉપદેશે વચ્ચે સુસ ગત થઈ શકે તેવી સમન્વયબુદ્ધિ હેવી જોઈએ, જ્યાં -ક્યાંય સદ્ગુણ દેખાય તેને નિષ્પક્ષપણે અપનાવવાની ઉદારતા રાખવી જોઈએ–આ વગેરે વિશેષતાઓ ધર્મની સ્વાખ્યાતા છે. ધાર્મિક સંકુચિતતા અને વ્યર્થ અહંકારથી ધાર્મિક સત્યનું અપમાન થાય છે, ઉપરાંત એકબીજાની કલુષિત નિંદામાં પડી જવાય છે એ સમજવું જોઈએ. જેના વડે સમગ્ર પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય એવો સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદે છે એ કેટલું મોટું સદ્ભાગ્ય છે એ પ્રકારનું ચિંતવવું એ ધર્મસ્વાખ્યાતત્વ- ભાવના છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org