________________
દ્વિતીય ખંડ
: ૯૧ : નયનાં કોઈ પુદ્ગલેને વિપાકેદય કે પ્રદેશદય કઈ ઉદય હેતે નથી, અને પશમ સમ્યકત્વ મિથ્યાત્વમેહનીયનાં ઉદયગત (પ્રદેશદયગત) પુદ્ગલેને ક્ષય અને ઉદયમાં નહિ આવેલ એવાં તે પુદ્ગલેને ઉપશમ એમ ક્ષય તથા ઉપશમ બનેવાળું છે, અને એથી તે “ક્ષપશમ સમ્યક્ત્વ કહેવાય છે. વળી તે સમ્યક્ત્વમેહનીયનાં પુદ્ગલેના વિપાકેદયરૂપ છે. આમ પુદ્ગલાશ્રયી ક્ષપશમ સમ્યફા કરતાં શુદ્ધ આત્મપરિણામરૂપ ઉપશમ સમ્યકત્વ શ્રેષ્ઠતર છે; અને એનાથી શ્રેષ્ઠતર [ સર્વશ્રેષ્ઠ ] “ક્ષાયિક” સમ્યકત્વ છે, જે મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને સભ્યત્વમેહનીય એમ ત્રિવિધ દશનામેહનીય તથા અનન્તાનુબધી ચાર કષાય એ સાતના ક્ષયથી પ્રાપ્ત થાય છે. ક્ષયસાધ્ય હોવાથી એ “ક્ષાયિક” કહેવાય છે. આમ સમ્યક્ત્વ મુખ્યતયા ત્રણ પ્રકારનાં છે.
હવે ચારિત્રમેહનીયન ભેદ જોઈએ. તે પચીશ છે. તે આ પ્રમાણે : ક્રોધ-માન-માયા-લોભ એ ચાર, આત્માને કષ્ટ આપનાર હોવાથી “કષાય” કહેવાય છે એ દરેકના અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણુ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદો છે. અતિ તીવ્ર કષાયે, જે અનન્તદુઃખરૂપ મિથ્યાત્વના ઉદ્દભાવક છે તે “અનન્તાનુબંધી”; અ-પ્રત્યા
ખ્યાનને અર્થાત્ અલ્પ પ્રત્યાખ્યાનને પણ, એટલે કે દેશવિરતિને સંધનાર કષાય તે “અપ્રત્યાખ્યાનાવરણ”; “પ્રત્યાખ્યાન અર્થાત્ સર્વવિરતિને રોકનાર કષાય તે “પ્રત્યાખ્યાનાવરણ, અને વીતરાગ (યથાપ્યાત) ચારિત્રને અટકાવનાર કષાય
* ફલપ્રદ ઉદય તે વિપાકેદય અને જે ઉદયથી આત્મા પર અસર ન થાય તે પ્રદેશદય.
: અહીં “અ”ને અર્થ અલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org