________________
અષ્ટાવક્ર ચરિત્ર.
પિતાના નિધનની વાત અષ્ટાવક્રના જાણવામાં આવી, એટલે પિતાના વેરીને જીતવાનો તેમણે નિશ્ચય કર્યો. મામા દેવતકેતુને લઈ બંદીને શૈધતા તે જનકરાયની સભામાં ગયા. ત્યાં વાદમાં બદીને હરાવ્યા. બંદીએ અષ્ટાવકને તરત જ કહી દીધું કે, તારા પિતાને મેં મારી નાંખે નથી, પરંતુ બીજ બ્રાહ્મણો સાથે ઈન્દ્રને ત્યાં યજ્ઞ કરાવવા મોકલ્યો છે. કહાડ તે દરમિયાન પાછા આવ્યા અને પુત્રના જ્ઞાન ને વિજયથી પ્રસન્ન થઈ સગા નામની નદીમાં તેને સ્નાન કરાવ્યું. સગામાં સ્નાન કરવાથી તેનાં બધાં અંગ સમાં થવાં વગેરે. વિદેહ અથવા મિથિલા–જેને હાલ તરહુત આગળનો પ્રદેશ માનવામાં આવે છે ત્યાંના રાજા જનક (સીતાને પુત્રી તરીકે પાળનાર પિતા ) પિન વિદ્વાન, વિધાનની કદર કરનાર અને પ્રાપ્રિય ભૂપતિ હતા. રામે સીતાને ત્યાગ કર્યો-વનવાસ કરાવ્યો ત્યારે તેમને ઘણું લાગી આવે તેથી પોતે જ્ઞાન વિજ્ઞાનમાં વૃદ્ધાવસ્થા ગુજારી. રાજકાળમાં પણ દેશ દેશના તત્ત્વનો તેમને ત્યાં આવતા અને બ્રહ્મવિદ્યા ઉપર વિચારો ચલાવતા. યાજ્ઞવલ્કય તેમના મુખ્ય ગુરુ હતા. મોટા મોટા વિનાનતત્ત્વ વિચારકાને તે પાતાની પાસે રાખતા અને આત્મજ્ઞાન સંપાદન કરતા. આવા આવા બ્રહ્મતત્ત્વ વિદ્યાવાદના વિલાસી જનકરાય અષ્ટાવક્રથી બહુજ પ્રસન્ન થયા એટલું નહિ પરંતુ બંદીને જીત્યા પછી તેમને પિતાને ત્યાં રાખી બ્રહ્મજ્ઞાનની જે ગ્રંથીઓ ઉકેલાવી, તેજ આ “ grammતા.” જનકરાય પુછે છે અને અષ્ટાવક્ર ઉત્તર આપે છે,