________________
તામ-અધ્યાય ૧ એ. જનકની શાન જિજ્ઞાસા.
जनक उवाच कथं ज्ञानमवामोति, कथं मुक्तिर्भविष्यति । वैराग्यं च कथं प्राप्तमेतद्वहि मम प्रभो॥ १॥
જનકરાયે પુછ્યું કે હે પ્રભે! જ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મુક્તિ કે ન મળે અને વૈરાગ્ય કે પ્રાપ્ત થાય ? તે આપ મને કહે. ૧
ટીકા. મુક્તિ મેળવવા માટે પ્રથમ જ્ઞાન લેવું જોઈએ. જ્ઞાનથી વૈરાગ્ય આવે છે અને વૈરાગ્ય આવતાં મુતિ સહેજ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રના અભ્યાસ કે શ્રવણથી અને આશ્રમ વ્યવસ્થાને અનુસરતાં થયેલા સુખદુઃખ અને આપત્તિઓ-મુશ્કેલીઓમાંથી મળેલા અનુભવથી જ્ઞાન થાય છે. જ્ઞાન થતાં વિપયા ઉપરથી ચિત્ત ઉઠી જાય છે અને વૈરાગ્ય તરફ વૃત્તિ વધે છે. વૈરાગ્ય આવતાં વિષય એક પછી એક અળગા થાય છે અને આ સંસારી પ્રપંચથી મુક્ત થવાની પુરૂને ઈચ્છા ઉપજે છે. આવી મુમુક્ષુતા પ્રાપ્ત થતાં સદ્ગુના સંગથી મુક્તિ મળે છે. મુક્તિનાં આ સાધન નણવા માટે જનકરાય પ્રશ્ન કર્યો અને અષ્ટાવક્રજીએ તેમને ખરેખરા મુમુક્ષુ જાણું તત્ત્વબોધ–આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો.
मुक्तिमिच्छसि श्वेत्तात ! विषयान् विषवत् त्यज । क्षमार्जवदयातोष-सत्यं पीयूषवद् भज ॥ २॥ અષ્ટાવક્ર કહે છે...હે તાત! જે મુક્તિ ઈ છત છે
તે