________________
अथ श्री अष्टावक्र गीता
-
-
-
- -l
=
અષ્ટાવક્રચરિત.
કહોડકષિના પુત્ર અષ્ટાવક્ર આઠે અંગે વાંકા હોવાથી અષ્ટાવક્ર કહેવાતા. એમની કથા એમ છે કે, ઉદાલક તત્ત્વજ્ઞાનીને ત્યાં કહેડ ભણવા રહ્યા હતા. ઉદાલકની પુત્રી સુજાતા સાથે પ્રેમ થવાથી તે તેને પરણ્યા. કહોડ એવા અભ્યાસ પરાયણ રહેતા હતા કે, સ્ત્રી તરફ પણ ઝાઝું લક્ષ રાખતા નહિ. સગર્ભાવસ્થામાં એકવાર તે પતિની પાસે જઈ બેઠી; પરંતુ અભ્યાસમાં તલ્લીન ઋષિએ તેની સામું જોયું નહિ. તેના ગર્ભમાંના પુત્રે એવી બેદરકારી માટે ઋષિને ટાણે માર્યો, એટલે કહાડે ગુસ્સે થઈ તેને શાપ દીધું કે “તું આઠે અંગે વાંકે થઈશ. ” પુત્રને જન્મ થયે ને તે આઠે અંગે વાંકે જણા એટલે અgram એવું તેનું નામ પડ્યું. તેના જન્મ પછી થેડેજ વખતે બંદી નામના એક તત્ત્વજ્ઞ સાથે કહોડને એવી સરતે વાદમાં ઉતરવું પડયું કે, જે હારે તેને પાણીમાં ડુબી મરવું પડે. આ વાદમાં કહેડ હાર્યા અને જીતનાર બંદી, જે બૌદ્ધમતો હતો એમ કહેવાય છે તેણે તેમને પાણીમાં ડુબાડી દીધા. સુજાતા અષ્ટાવક્રને લઈ પિતાને ત્યાં જઈ રહી. વેતકેતુ સાથે અહિં મોસાળમાં અષ્ટાવક્રે ભાષા, વ્યાકરણ, વેદ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રો ઉપરાંત તત્ત્વજ્ઞાનને અભ્યાસ કર્યો. માતાને પુછતાં