________________
*rry
37
મેઘકુમાર
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ
મેઘકુમાર (જીવદયા)
==+ (66
(૧) શ્રેણિકનો પુત્ર મેઘકુમાર પૂર્વ જન્મમાં હાથી હતો, દાવાનળના ભયથી બચવા જંગલનાં તૃણ-ઘાસ ઉખેડીને તેણે અમુક જમીન સાફ કરી. એકદા દાવાનળ સળગવાથી નાસીને તે હાથી ત્યાં આવ્યો અને જંગલનાં
૬ બીજાં પશુઓ પણ ત્યાં આવી એ
જમીનમાં ભરાઈ ગયાં. પછી હાથીએ શરીર ખંજવાળવા પગ ઊંચો કર્યો ત્યારે ખાલી પડેલી તે પગની જમીનમાં સંકડામણથી પીડાતું એક સસલું આવીને ભરાઈ ગયું. તેની રક્ષા
માટે હાથીએ પોતાનો પગ ઊંચો જ રાખ્યો, ત્રણ પગે ઊભો રહ્યો. (૨) અઢી દિવસ ઊંચો રાખેલો પગ અકડાઈ જવાથી પશુઓના ગયા પછી પગને નીચો મૂકતાં હાથી પડી ગયો, ઊભો ન થઈ શકી અને ભૂખ-તરસથી પીડાઈને મરણ પામ્યો. (૩) સસલાની દયાના ફળ સ્વરૂપે તે મગધરાજ શ્રેણિકનો પુત્ર મેઘકુમાર થયો. ભગવાન મહાવીરના ઉપદેશથી વૈરાગી થયો. શ્રેણિકે રાજગાદી આપવા કહ્યું ત્યારે રજોહરણ અને પાત્રા માગ્યાં (૪) રાજ્ય તજીને પ્રભુ પાસે દીક્ષા લીધી. (૫-૬) પ્રભુની પાસે પૂર્વભવ સાંભળી, પૂર્વભવની દયાનું પ્રત્યક્ષ ફળ જોઈ શરીરની પણ મમતા છોડી અને અનશન સ્વીકાર્યું. શુભધ્યાન પૂર્વક મરીને અનુત્તરમાં દેવ થયા. ધન્ય મેઘકુમાર!