________________
સંપ્રતિ સમ્રા
સંપ્રતિ સમ્રા (જિનેન્દ્ર ભકિત)
(૧) સમ્રા સંપ્રતિ પૂર્વ જન્મમાં સુધાપીડિત એક ભિખારી હતો. સાધુ ઓ પાસે આહાર જોઈ ખાવા માગ્યું. સાધુઓએ કહ્યું – “આ ભિક્ષા પર અધિકાર અમારા ગુરૂનો છે, તેથી તે ગુરૂ પાસે આવ્યો. (૨) ત્યાં ગુરૂશ્રી આર્ય સુહસ્તિસૂરિએ તેની યોગ્યતા જ્ઞાનથી જાણી દીક્ષા આપી. પછી તેની ઈચ્છા પ્રમાણે ખાવા આપ્યું. રાત્રે અજીર્ણથી ઝાડા-ઉલટી થવા લાગ્યાં, સાધુ ઓ એ સેવા કરી. ચારિત્રના મહિમાની અનુમોદના કરતાં તે મૃત્યુ પામ્યો. (૩) તે રાજા અશોકનો પોતરો (પૌત્ર) નામે સંપ્રતિ, ઉજજયિનીનો રાજા થયો. એ કદી ત્યાં આવેલા પૂર્વભવના ગુરૂને જોઈ પૂર્વભવનું જ્ઞાન થયું. કૃતજ્ઞતાથી ગુરૂના ચરણમાં નમી પડયો અને ઉપકારના ઋણમાં રાજય લેવા ગુરૂને વિનવ્યા, ગુરૂએ કહ્યું - 'સાધુને રાજ્ય ન કહ્યું, તું આ રાજ્યલક્ષ્મથી શાસનની પ્રભાવના કર !'' (૪) તેથી સમ્રા સંપ્રતિએ દાનશાળાઓ ખોલી. (પ) જિન મંદિરો બંધાવવા માંડયાં, નિત્ય નવામંદિરના પ્રારંભના શુભ સમાચાર આપનારને સંપ્રતિ ઝવેરાતનું પણ દીને આપતા. (૬ ) મંદિરો અને મૂર્તિઓ તૈયાર થાય છે. (૭) સવા લાખ જિનમંદિરો અને સવાક્રોડ જિનપ્રતિમાઓનું નિર્માણ કર્યું. આજે પણ તે પ્રતિમાઓ ઠેર ઠેર પૂજાય છે. ધન્ય શાસનપ્રભાવકે સમ્રા સંપ્રતિને અને તેની દેવ-ગુરૂ ભકિતને !
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ