________________
પુણીયો શ્રાવક
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ
પુણીયો શ્રાવક (સંતોષ-સાધતિ)
(૧-૨) રાજગૃહિમાં પુણીયો શ્રાવક, લાભાન્તરાય કર્મનો તીવ્ર ઉદય, રોજ સાડાબાર દોકડાથી વધુ ન મળે, તેથી તે અને તેની ધર્મપત્ની વારા ફરતી એકાન્તર ઉપવાસ કરી રોજ એક સાધર્મિકને જમાડતા. (૩) પ્રતિદિન નિર્ધનપ્રાયઃ છતાં જિનપૂજા કરતા અને અલ્પધન છતાં સંતોષથી રહેતા. એટલું જ નહિ, ‘સંતોષ એ આત્માનું સાચું ધન છે,'' એમ સમજી ધર્મધ્યાનમાં મગ્ન રહેતા અને
સમાધિપૂર્વક સામાયિક કરતા. (૪) એકદા શ્રેણિકે પ્રભુ મહાવીરને પોતાની નરક તોડવાનો ઉપાય પૂછ્યો, પ્રભુએ કહ્યું-‘પુણીયા શ્રાવક પાસેથી તેના સામાયિકનું ફળ મેળવે તો તારી નરક તૂટે ’’(૫) શ્રેણિકે પુણીયા પાસે જઈ એક સામાયિકનું ફળ માગ્યું. પુણીઆએ કહ્યું-પૈસાથી તે નહિ મળે, પ્રભુને સામાયિકનું મૂલ્ય પૂછી જુઓ! પ્રભુએ કહ્યું - ‘સમગ્ર રાજ્યલક્ષ્મીથી પણ તેના સામાયિકનું મૂલ્ય અધિક છે, કારણ કે રાજ્યલક્ષ્મી જડ છે, નાશવંત છે, સામાયિક આત્મધર્મ છે, આત્માનું સ્વરૂપ છે, તેની તુલના જડવસ્તુ સાથે શી રીતે થાય ?’ આવી નિર્ધનતામાં પણ કેવી સમાધિ ! ધન્ય પુણીયાને, તેના સામાયિકને, તેના સંતોષને અને તેની સમતાને!