________________
લાલ પગાર
@
ધનાકામંદી
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ
HHHH
Timelin my v૨૮૨
O
ધનાકાકંદી (ત્યાગ-તપ)
(૧) કાકંદી નગરીમાં ભદ્રા શેઠાણીનો પુત્ર ધન્યકુમાર પૂર્વોપાર્જિત પુણ્યથી બત્રીશ ક્રોડ સોનૈયાનો માલિક હતો, માતાથી નિશ્ચિંત બની બત્રીશ પત્નીઓ સાથે ભોગ-વિલાસમાં મગ્ન રહેતો. (૨) એકદા પ્રભુ મહાવીરના ઉપદેશથી વૈરાગી બની દીક્ષા લીધી. અને જીવતાં સુધી છઠ્ઠું- છઠ્ઠના પારણે આયંબિલનો તપ કરવાની પ્રતિજ્ઞા કરી. કેવું પુછ્યું! ભોગવવા છતાં આસકિત નહિ, છોડતાં લેશ વાર નહિ, ધન સહિત સ્ત્રીઓને છોડી અને શરીરની મમતાને પણ તોડી. (૩) છઠ્ઠના પારણે પણ આયંબિલમાં સૂક્કો લૂખો માખી પણ ન ઈચ્છે તેવો નિરસ
વિરસ વાલ વગેરે આહાર લે છે. (૪) આઠ મહિનામાં તો ધન્નાની કાયા તપથી સૂકાઈ ગઈ. એકદા શ્રેણિકે પૂછવાથી પ્રભુએ ધન્નાજીને નિત્ય મહેતા ભાવવાળા ચૌદહજાર મુનિઓમાં શ્રેષ્ઠ આરાધક જણાવ્યા. તે સાંભળી રાજા શ્રેણિકે વનમાં જઈ તેઓનું દર્શન-વંદન કર્યું, જીવન કૃતાર્થ કર્યું. નરેન્દ્રો અને દેવેન્દ્રો પણ જેને નમે તે ત્યાગ-વૈરાગ્ય એ જ આત્માનું સાચું ધન છે. ધન્નાજી અંતે વૈરાગિરિ પર એક માસનું અનશન કરી સમાધિથી મરી અનુત્તર વિમાનમાં દેવ થયા. ધન્ય એ ધન્ના અણગારને ! કોડો પ્રણામ તેઓના ત્યાગને, તપને અને વૈરાગ્યને!!