________________
यतिअंतिमआराधना
દર
એવી રીતે રાજસ્થાની અને સંસ્કૃત પાર્શ્વનાથ અષ્ટકનું એક પદ જુઓभलूं आज भेट्यु, प्रभोः पादपद्मं, फली आस मोरी, नितान्तं विपद्मम्। गयूं दुःखनासी, पुनः सौम्यदृष्ट्या, थयुं सुक्ख झाडं, यथा मेघवृष्ट्या॥१॥ સિંધી ભાષામાં રચિત સ્તવનું એક પદ જુઓ
आवो मेरे बेठा पिलावा, बही बेडा गोदी में सुख पावा। मन्न असाडा बोल ऋषभजी, आउ असाढा कोल॥७॥ એવી રીતે નેમિનાથ સ્તવનની એક પંક્તિ જુઓभावंदा है मइकुं भावंदा है, नेमि असाढे आवंदा है
आया तोरण लाल असाढा, पसुय देखि पछिताउंदा है भइणा એમના દ્વારા અષ્ટક રૂપે સંસ્કૃત ભાષામાં રચિત પાંચસો સ્તોત્ર પ્રાપ્ત છે, જેમાં કોઈ સ્તોત્ર યમકપ્રધાન છે, કોઈ શ્લેષપ્રધાન છે, કોઈ ચિત્રકાવ્ય પ્રધાન છે.
રાજસ્થાની કૃતિઓ-કવિએ સંસ્કૃત સાહિત્યની જેમ રાજસ્થાની ભાષામાં પણ વિશાલ સાહિત્યની રચના કરી છે. રાસ અને ચૌપાઈ સંજ્ઞક ગેયાત્મક મોટી-મોટી કૃતિઓમાંથી કેટલીક કૃતિના નામો આ પ્રમાણે
૧. શાંબપ્રદ્યુમ્ન રાસ ૨. મૃગાવતી રાસ ૩. સીતારામ ચૌપાઈ ૪. નલ દમયન્તી ચૌપાઈ પ. દ્રૌપદી ચૌપાઈ ૬. ચંપક શ્રેષ્ઠી ચૌપાઈ
આ સિવાય શત્રુંજય રાસ આદિ ૨૧ કૃતિઓ મળે છે. ચોવીસી, વીસી, છત્રીસી અને ભાસ આદિ અનેક કૃતિઓ મળે છે. ફુટ રચનાઓમાં રાજસ્થાની ભાષામાં રચિત સ્તોત્ર, સ્તવ, સ્વાધ્યાય, ગીત, વેલી આદિ લગભગ ૫૦૦ ફુટ રચનાઓ મળે છે, જેમનો સંગ્રહ ‘સમયસુંદર કૃતિ કુસુમાંજલિ' પુસ્તકના રૂપે પ્રકાશિત થયો છે.
એવી રીતે આપણે જોઇએ છીએ કે મહોપાધ્યાય સમયસુંદર અસાધારણ પ્રતિભાના ધારક હતા. વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, દર્શન અને જૈનાગમોના ધુરંધર વિદ્વાનું અને સફળ ટીકાકાર હતા. સંવત્ ૧૬૬૧ થી લઈને ૧૭૦૨ સુધી નિરંતર સાહિત્યસર્જનમાં રહ્યા અને મા સરસ્વતીના ભંડારને પૂર્ણ રૂપથી સમૃદ્ધ કરતા રહ્યા.
એમના ગીતી કાવ્યોની પ્રચુરતા જોઈને એમના સંબંધમાં પ્રસિદ્ધ ઉક્તિ સમયસુંદરના ગીતડા, ભીતા પર ના ચીતરા યા કુભા રાણા ના ભીંતડાને સહજ ભાવથી સ્વીકાર કરવી જ પડે.
(રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર),