________________
ज्ञानक्रियासंवाद छत्रीसी
१६५
અંતમાં બંનેનો સમન્વય કરતા સંવાદકાર કહે છે. જ્ઞાન અને ક્રિયા પરસ્પર સાપેક્ષ છે. હોડી અને હલેસાં જેવો તેમનો સંબંધ છે. હલેસાં વિનાની હોડી નકામી છે, તો હોડી વિનાના હલેસાં વ્યર્થ છે. જ્ઞાન અને ક્રિયા એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને હંમેશા સાથે જ હોય છે, પણ એક વખતે એક જ બાજુ દેખાય છે માટે વિસંવાદ જણાય છે. રથને જોડેલા અશ્વની જેમ જ્ઞાન અને ક્રિયા સાથે જ ચાલે છે.
વસ્તુગતિ હોઈ જોડાજોડિ.” જ્ઞાન શક્તિ સ્વરૂપ છે. તો ક્રિયા તેની સક્રિયતા છે. જ્ઞાન ક્યારેય નિષ્ક્રિય બેસી રહેતું નથી. તે સક્રિય બનવા ક્રિયાનો સહારો લે જ છે. અને ક્રિયા એટલે સક્રિયતા. ક્રિયા જ્ઞાનશક્તિને જાગતી કરે છે.
શુદ્ધિ જ્ઞાન ક્યું વ્રત આદરâ. વ્રત પણિ ગ્યાન દશા ક્રૂ તરસૈં,
અંતરભાવ બાહ્ય કું ચાહૈ, બાહ્યભાવ અંતર અવગાહે આમ, જ્ઞાન નય અને ક્રિયા નય બંનેનો સંવાદ દર્શાવી કૃતિ પૂર્ણ થઈ છે.
આગમોના કે શાસ્ત્રોના વાંચનથી વંચિત રહી જતા શ્રાવક વર્ગ માટે આવી કૃતિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી છે. પઠન પાઠન અને વાંચનમાં આ કૃતિઓ ફરી પ્રચલિત કરવા જેવી છે.
પૂર્વે શાસ્ત્રો પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં જ રચાતા. મધ્યકાળમાં ગુજરાતી ભાષામાં શાસ્ત્રીય પદાર્થોને રજૂ કરતું સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. સંસ્કૃતનો અભ્યદય કાળ ફરી ન જાગે ત્યાં સુધી શાસ્ત્રના પદાર્થબોધને ટકાવી રાખવા ગુજરાતી ભાષાના પદ્યસાહિત્યનો પ્રસાર વધે તેવો પ્રયત્ન કરવા જેવો છે.
આ સ્તવનની હસ્તપ્રત જૈનશાળા સંસ્થાપિત શ્રીનીતિવિજય હસ્તપ્રતસંગ્રહમાં છે. આ કૃતિ એક જ પાના ઉપર લખાઇ છે. ૧૯ પંક્તિ છે અને દરેક પંક્તિ પર પર અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખક પ્રશસ્તિ નથી. સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે ) કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે.
-વૈરાગ્યરતિવિજય