________________
आचार्यश्रीज्ञानविमलसूरिरचित ॥प्रणिधानादिआशयगर्भितसाधारणजिनस्तवन॥
(ઢાઈ-૨)
(कमलनी दल जल भरी जब आया ए देशी) [गाथा] श्री जिनवर जब ध्यानमें आया, अशुभ करम तव दूरि उडाया।
मेरे साई रे दिन सफल थयो, समकित दिनकर प्रगट भयो॥ मेरे०॥१॥ [3ઝર્થ શ્રી જિનવર જ્યારે ધ્યાનમાં આવ્યા ત્યારે અશુભ કર્મ દૂર ઉડી ગયા. મારા સ્વામિ! મારો દિવસ
સફલ થયો. (મારા આત્મામાં) સમકિત રૂપી સૂર્ય પ્રગટ થયો (૧) [गाथा] प्रणिधानादिक पंच प्रकारे, शुभ आशय होइ तुम उपगारइ॥ मेरे०॥२॥ [ગર્થ (હે પ્રભુ!) તમારા ઉપકારથી પ્રણિધાન વગેરે પાંચ પ્રકારનો શુભ આશય જન્મે છે. [गाथा] प्रणधि प्रवृत्ति विघनजय अने सिद्धि, विनियोग पंच ए करणनी बुद्धि॥ मेरे०॥३॥ મિર્થ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ એ પાંચ અધ્યવસાય આશય કહેવાય છે. [गाथा] प्रणधि ते अविचलित भावि रहवं, करुणानुगत सवि जंतुनुं वह॥ मेरे०॥४॥
निर्गुण ऊपरि द्वेष नवि धरवो, निरवद्य वस्तुनो प्रयतन करवो॥ मेरे०॥५॥ परउपगार करण करी सार, प्रथम प्रणिधिनो एह विचार॥ मेरे०॥६॥
प्रणधि अपूरव ग्रंथि विभेदइ, ज्ञानविमल गुणथी इम वेदइ॥ मेरे०॥७॥ [3ઝર્થ ચોથી, પાંચમી છઠી અને સાતમી કડીમાં પ્રણિધાન નામના આશયના લક્ષણનું વર્ણન છે. પ્રણિધાનનાં
પાંચ લક્ષણ છે. ૧) પ્રણિધાન એટલે અવિચલ ભાવ જે ભાવ લક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી સ્થિર રહે. ૨) પોતાનાથી ઓછા ગુણવાળા જીવો પ્રત્યે કરુણાનો ભાવ પ્રણિધાનનું બીજું લક્ષણ છે. ૩) બિલકુલ ગુણ વગરના જીવો ઉપર દ્વેષ ન કરવો એ પ્રણિધાનનું ત્રીજું લક્ષણ છે. ૪) પાપરહિત ઉપાયોનું આસેવન પ્રણિધાનનું ચોથું લક્ષણ છે. ૫) હંમેશા બીજા ઉપર ઉપકાર કરવાની મનોવૃત્તિ પ્રણિધાનનું પાંચમું લક્ષણ છે. આ પહેલા પ્રણિધાન આશયનો વિચાર છે. પ્રણિધાનથી અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થાય છે. નિર્મલ એવા જ્ઞાન ગુણથી તે જણાય છે. આમ, પહેલી ઢાળમાં પૂ. સૂરિદેવે પ્રસ્તાવના તથા પ્રણિધાન નામના આશયનું વર્ણન કર્યું છે.
१. वदे ज्ञानविमलभक्तिप्रकाश पत्र-१००