________________
शामळापार्श्वनाथस्तवन सह बालावबोध
११३
પૂજા અષ્ટાંગયોગ સાધન કરાવનારી આઠમદસ્થાનોને ત્યાગ કરાવનારી છે, દુષ્ટ આઠ કર્મનો નાશ કરવા માટે આઠમંગલોનું આલેખન કરવાનું છે. (૨૦)
पूया समाहिजणणी अप्पपरविवेयणी य दुहमहणी।
दुट्ठट्टकम्ममहणी निट्ठवणी सच्चवायाणं॥२१॥ પૂજા સમાધિ કરનારી છે, આત્મા અને પરનો વિવેક કરાવનારી અને દુઃખનો નાશ કરનારી છે. પૂજા) દુષ્ટ આઠ કર્મોનો નાશ કરનારી અને સત્યવાદોને સંપૂર્ણ કરનારી છે. (૨૧)
कारुण्णसमुब्भवणी सब्भावणभाविणी पुमत्थस्स।
वोदाणमणिण्हयस्सऽप्पभावसामत्थसुद्धिकरी॥२२॥ પૂજા, કરુણા ઉત્પન્ન કરનારી છે, પુરૂષાર્થની ઉત્તમ ભાવના ઉત્પન્ન કરનારી છે, અનિલવભાવ પ્રકટ કરનાર(?) પ્રભાવ અને સામર્થ્યની શુદ્ધિ કરનારી છે. (૨૨)
निच्चं जईणमेसा भावविसेसेहिं जाव सेलेसी।
सड्ढाणं पुण महग्घदव्वेहिं हवइ भावजुया॥२३॥ યતિઓને ભાવવિશેષને કારણે શૈલેશીકરણ સુધી આ પૂજા હંમેશ હોય છે. અને શ્રાવકોએ તો મહાકિંમતી દ્રવ્યો લઇને ભાવપૂર્વક કરવાની હોય છે. (૨૩)
पूया परमसहावा भुवणपडाया समत्थवित्थारा।
उज्जोयपवणलुलिया जयओ(उ) चिरं भावणाकलसे॥२४॥ ઉત્તમ સ્વભાવવાળી અને દરેક પ્રકારના વિસ્તારવાળી આ જિનપૂજન (શાસનના) ઉદ્યોત રૂપો પવનથી ફરકતી ત્રણ ભવનમાં ધ્વજ સમાન છે. ભાવના રૂપ કળશ ઉપર તે હંમેશા જયવંત વર્તે. (૨૪)
पुव्वाओ उद्धरिया चउविसी सिद्धिसेणसूरीण।
बीयाबीयप्पभावा दंसणकप्पदुमस्सेसा॥२५॥ શ્રી સિદ્ધસેન સૂરિએ આ પૂજા ચોવીસીનો પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો છે. આ અદ્વિતીય પ્રભાવ ધરાવનારી પૂજા ચોવીસી સમ્યકત્વ રૂપી કલ્પવૃક્ષનું બીજ છે. (૨૫)