________________
(૧.૨) સપ્ટન વિવરણમ્
સપ્તનયવિવરણના કર્તા શ્રી મતિચંદ્રજી છે. પૂજ્ય મતિચંદ્રજી નામે ત્રણ વિદ્વાન થયા છે. તેમાનાં કયા વિદ્વાને આ કૃતિ રચી તે નિશ્ચિત કહી શકાતું નથી." આ કૃતિ પૂ.આ.શ્રીશીલચંદ્રસૂરિજી મ.નાં સંપાદનપૂર્વક અનુસંધાન-૨૧માં પ્રગટ થઈ છે. પ્રતની પુષ્પિકાના આધારે સપ્તનયવિવરણે ચૂર્ણમ્ એ નામ દર્શાવ્યું છે અને કૃતિને અજ્ઞાતકર્તક જણાવી છે. તેમણે સ્વયં ગુર્જર ભાષામાં બાલબોધાત્મક કૃતિ પણ રચી છે. અહીં તે ત્રીજા ખંડમાં મુદ્રિત થઈ છે. (૩.૧) વિષય સમાન છે.
હસ્તપ્રત માહિતી
૧) સપ્ટન વિવરણ : પ્રવર્તકશ્રી કાંતિવિજયજી શાસ્ત્ર સંગ્રહ, છાણી. ક્રમાંક-૯૦. તેના ૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૫ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૭ અક્ષર છે.સંવત ૧૯૫૪ આસો સુદ ૨ ના દિવસે પ્રત લખાઈ છે. શુદ્ધપ્રાય છે. આ પ્રત મુનિશ્રી પદ્યકીતિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે.
૨) સપ્ટન વિવરણ તથા ષદર્શનસમુચ્ચય : પ્રવર્તકશ્રી કાંતિવિજયજી શાસ્ત્ર સંગ્રહ, છાણી. ક્રમાંક૧૦૨૧. તેના ૧૦ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૬ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૩૭ અક્ષર છે. સંવત ૧૯૫૪ આસો સુદ ૨ ના દિવસે પ્રત લખાઇ છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રતમાં પત્ર ૧થી પઅ સુધી સપ્તનયવિવરણ છે. પછી ષદર્શનસમુચ્ચય નામની પેટાકૃતિ છે. આ પ્રત મુનિશ્રી પદ્યકીર્તિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે.
(૧.૩) સપ્તનયસમાધાનવિવર્ણનમ્
આ એક અંશકૃતિ છે. એટલે કે કર્તાની સ્વતંત્ર રચના નથી પણ અન્ય કૃતિનો એક ભાગ છે. સૂત્રકૃતાંગસૂત્ર પર પૂ.આ. શ્રીશીલાંકસૂરિજી મ.એ ટીકા રચી છે. તેના નાલંદા નામના અધ્યયનને અંતે તેમણે સાત નયોનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેટલા ભાગને અલગ તારવી કોઇક અજ્ઞાત મુનિવરે તેનો અક્ષરાનુવાદ કરી સપ્તનયસમાધાનવિવર્ણનમ્ નામથી અલગ કૃતિ રચી છે. આ કૃતિમાં સાતે નયોના વિષયનું સંક્ષેપમાં વર્ણન છે. અનુવાદમાં સર્વેસિ પિયામાં વેવિદ્વત્તવ્યય સામેત્તા આ ગાથાના વક્તવ્યર્ચ પદનો અર્થ વક્તવ્યતાને બદલે વર્તવ્યતા કર્યો છે, જે પ્રચલિત નથી.
હસ્તપ્રત માહિતી- સપ્તનયવિવરણ : શ્રીલબ્ધિ ભુવન જૈન સાહિત્ય સદન, છાણી ક્રમાંક-૨૫. તેના ૧૩ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૪ પંક્તિ છે. વીજાપુરવાસી પં.અમૃતવિ. દ્વારા વેજલપુરમાં આ પ્રત લખાઇ છે. શુદ્ધપ્રાય છે. આ પ્રત મુનિશ્રી પાકીતિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે.
ખંડ : ૨ - પદ્યાત્મક ગુજરાતી કૃતિ | વિક્રમની ૧૬-૧૭મી શતાબ્દીમાં સંસ્કૃત-પ્રાકૃત શાસ્ત્રોને અથવા તેના એક ભાગને ગુજરાતી પદ્યમાં ઢાળવાનો પ્રયાસ થયો વિપુલ સાહિત્યને કારણે જૈન પરંપરામાં વિપુલ પ્રમાણમાં સર્જન થયું. ખાસ કરીને
૧. જૂઓ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧ પૃ.૨૯૨