________________
(૨૧)
(૩) વ્યવહારનય
લોકમાં પ્રચલિત અનૌપચારિક વ્યવહાર, વ્યવહાર નયની દૃષ્ટિ છે. આ પણ અર્થગ્રાહી નય છે. આ નયના અભિપ્રાયથી અતીતકાળમાં નષ્ટ અને આજે પણ અનુત્પન્ન પંકજનો પણ પંકજ પદથી વ્યવહાર થાય છે.
() ઋજુસૂત્રનય
વસ્તુતત્ત્વના વર્તમાન અને સ્વકીય (અનુપચરિત) સ્વરૂપનું ગ્રહણ કરનારી દૃષ્ટિ ઋજુસૂત્ર નય છે. આ પણ અર્થગ્રાહી નય છે. પરંતુ માત્ર પર્યાય જ આનો વિષય બને છે. આ નયના અભિપ્રાયથી અતીતમાં વિનષ્ટ અને આજે પણ અનુત્પન્ન પંકજ વર્તમાનકાળમાં વિદ્યમાન નથી, એટલા માટે અવસ્તુ છે. પંકજ તે જ છે જે વર્તમાનમાં દશ્યમાન છે.
પરવર્તી ત્રણ નય શબ્દપ્રધાન હોવાથી શબ્દગ્રાહી નય કહેવાય છે.
(૫) શબ્દનય
શબ્દનય દરેક શબ્દોમાં દરેક અર્થોની વાચકતા શક્તિનો સ્વીકાર કરે છે. “સર્વઃ સર્વાઈવાવેલા આ નયની ઉદ્ઘોષણા છે. મોટે ભાગે વિભિન્ન શબ્દો એક અર્થના વાચક હોય છે. તથા વિભિન્ન અર્થો એક શબ્દથી વાચ્ય બની શકે છે આ વાત શબ્દનયને માન્ય છે. પંકજકુમુદ-કમલ વગેરે શબ્દો એક જ અર્થના વાચક છે એ આ નયનો અભિપ્રાય છે.
(૬) સમભિરૂઢનય
દરેક શબ્દને પોતાની વાચકતા શક્તિ હોય છે, આવી દષ્ટિ સમભિરૂઢનયની છે. વ્યુત્પત્યર્થથી ભલે ને પંકે જાયમાન અન્ય પદાર્થ હોય પરંતુ પંકજ' પુષ્પવિશેષનો જ વાચક છે. એવી રીતે કુમુદ તેને કહીશું જે રાત્રિને આનંદિત કરે. પંકજકુમુદ-કમલ આ પ્રત્યેક પદની અર્થવાચકતા શક્તિ જુદી જુદી છે.
(૭) એવભૂતનય
પ્રત્યેક વસ્તુને પોતાનો ધર્મ અને પોતાની ક્રિયા હોય છે. અર્થપૂર્તિ માટે વસ્તુની વર્તનાને અર્થક્રિયા કહેવાય છે. વસ્તુનું નામાભિધાન પણ આ જ અર્થક્રિયાના આધારે થાય છે. એવંભૂતનયનો અભિપ્રાય છે કે વસ્તુ જ્યારે પોતાની નિયત અર્થક્રિયામાં પ્રવર્તમાન હોય ત્યારે જ તેના વાચક શબ્દનો પ્રયોગ સાન્તર્થ થઇ શકે છે, નહીંતર ન થઈ શકે. પંકજપદ પંકજનામક પુષ્પવિશેષરૂપ અર્થનું વાચક ત્યારે કહેવાય જ્યારે તે