________________
१६०
नयामृतम्-२
સર્વ કાળમાં હોઈ શકે છે. અને જે પર્યાયાર્થિક નય છે તે અનિત્ય સ્થાનને જણાવે છે, કારણ કે-પર્યાય અનિત્ય છે.
દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. જે વ્યાર્થિક નય છે તે દ્રવ્યને તાdવક વસ્તુ માને છે અને પર્યાયને તાdવક માનતો નથી. કારણ કે દ્રવ્ય પરિણામી હોવાથી અન્વયી છે અને તેથી તે સર્વકાલ સત્ રૂપ છે, એમ રાજપ્રશ્રીય વૃત્તિમાં કહ્યું છે.
અત્રે કોઈ શંકા કરે કે-ગુણાર્થિક નય પણ કહેવો જોઈએ. તેનો ઉત્તર જે-પર્યાયના ગ્રહણની સાથે ગુણનું પણ ગ્રહણ થઇ જાય છે, તેથી ગુણાર્થિક નય જુદો હોઈ શકે નહિ.
પર્યાય એ દ્રવ્યના હોય છે, તો એક દ્રવ્યાર્થિક નયની અંદર પર્યાયાર્થિક આવી જાય છે. તે છતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા ભેદ શા માટે કહ્યા હશે ? ઉત્તરમાં દ્રવ્ય અને પર્યાયના લક્ષણ બારીકીથી જોવાના છે. તેઓના સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે વિશેષતા આવે છે. દ્રવ્યના કરતાં પર્યાય સૂક્ષ્મ છે. એક દ્રવ્યની અંદર અનંતા પર્યાય હોવાનો સંભવ છે. દ્રવ્યની વૃદ્ધિ છતાં પર્યાયની અવશ્ય વૃદ્ધિ થાય છે. પ્રત્યેક દ્રવ્યમાં સંખ્યાતા-અસંખ્યાતા પર્યાય રહેલા છે. અવધિજ્ઞાનથી જ તેનો નિકાલ થઈ શકે છે અને પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે.
“આહંતુ શાસ્ત્રના પ્રણેતાઓ દ્રવ્ય અને ભાવ, ક્ષેત્ર અને કાલને માટે લખે છે કે દ્રવ્યભાવની વૃદ્ધિમાં ક્ષેત્રકાલની વૃદ્ધિની ભજના છે અને દ્રવ્યની વૃદ્ધિ થતાં ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે, અને ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. વળી ક્ષેત્રથી દ્રવ્ય અનંતગણું છે અને દ્રવ્યથી પર્યાય અવધિજ્ઞાનનું જ વિષયભૂત છે. તે સંખેય ગુણ તથા અસંખ્યય ગુણ છે.”
તેથી દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપમાં ભેદ હોઇ શકે છે. માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા નયના બે ભેદ કહેલાં છે. જો કે તે બંને નય પરસ્પર મળતાં આવે છે, તથાપિ તે પોતપોતાનું જુદાપણું છોડતાં નથી. વળી સામાન્ય અને વિશેષ દ્રવ્ય પર્યાયથી જુદા છે જ નહિ, તેથી સામાન્યાર્થિક અને વિશેષાર્થિક નય હોઈ શકતા નથી.
ઇતિ સપ્ત નયાદિ આધિકારઃ