________________
अर्वाचीन गुजराती कृति
१५९
ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે આદિ થયા. પરંતુ તેમનો અંત નથી, એટલે મોક્ષમાંથી તે જીવને આવવું નહિ હોવાથી તે ‘સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય' કહેવાય છે.
(૩) ઉત્પાદત્રયગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- એટલે જેથી પર્યાય નિરંતર અનિત્ય હોય અર્થાત્ તે સત્તામાં ગૌણ હોય અને ઉત્પત્તિ તથા વિનાશથી નિરંતર અનિત્ય રહે. જે જે વસ્તુ વર્તમાનકાળે વિદ્યમાન છે તેનો ઉત્પાદ વ્યય પ્રાધાન્યતા માનવાથી અને સંજ્ઞાની ગૌણતાથી ‘ઉત્પાદ વ્યગ્રાહક અનિત્ય શુદ્ધ નામે પર્યાયાર્થિક નય' કહેવાય છે.
(૪) સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક- એક સમયમાં પર્યાય તો ઉત્પાદ વ્યય તથા ધ્રૌવ્યરૂપ ત્રણે લક્ષણે કરીને યુક્ત હોય છે. કારણ કે-ઘટમાં જ્યારે પૂર્વ પર્યાય શ્યામપણે નષ્ટ થાય છે, ત્યારે ઉત્તર પર્યાય રક્તપણું ઉત્પન્ન થાય છે. હવે અહીંયા રક્ત પર્યાયનો ઉત્પાદ, શ્યામ પર્યાયનો વ્યય અને ઘટ દ્રવ્યનું ધ્રૌવ્યપણું-એ ત્રણે લક્ષણો એક સમયમાં હોય છે. પર્યાયનું શુદ્ધ સ્વરૂપ કયું કહેવાય છે કે તેની સત્તા ન દેખાડાય, પણ અહીં તો મૂલ સત્તા દેખાડી છે તેથી પર્યાય અશુદ્ધ થયો. આ પ્રમાણે જે માનવું તે સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ' નામે ચોથો પર્યાયાર્થિક નય કહેવાય છે.
(૫) કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- જે પર્યાયમાં કર્મની ઉપાધિ હોય, છતાં તેની વિવક્ષા નહિ કરતાં તેના શુદ્ધ નિત્ય પર્યાયની જ વિવક્ષા કરવી તે જેમ કે-સંસારી જીવ કર્મની ઉપાધિએ કરીને યુક્ત હોય છે, તો પણ તે કર્મની વિપક્ષ નહિ કરતાં તેની સત્તામાં રહેલા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ મૂળ ગુણ જે સિદ્ધના જેવા જ છે તેની જ વિવક્ષા કરીએ, તો તે કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે.
જેમ લીલાં લાકડાથી ઉત્પન્ન થયેલો ધૂમાડો ઉપાધિરૂપ જ છે, તેમ સહજ શુદ્ધ સ્વભાવી આત્મામાં કર્મ નિજ ગુણ નહિ હોવાથી ઉપાધિરૂપ જ છે. તેથી કરીને જો સંસારી જીવ કર્મથી યુક્ત છે, તો પણ જયારે તે ભવી જીવને કર્મથી રહિત સ્વરૂપમાં વિચારીએ છીએ, ત્યારે તે સિદ્ધરૂપ દેખાય છે. તાત્પર્ય એવું સમજવું કે કર્મરૂપ ઉપાધિભાવને વિવક્ષિત ન ગણીએ અને જ્ઞાન-દર્શન-ચારિત્રને વિવક્ષિત ગણીએ, તો ‘કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક' નામનો પાંચમો ભેદ કહેવાય છે.
(૬) કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક- પાંચમા ભેદથી વિપરીત અર્થવાળો છઠો ભેદ છે. એટલે પાંચમા ભેદમાં જેમ કર્મોપાધિની વિવેક્ષા નહોતી, તેમ છઠા ભેદમાં કર્મોપાધિની જ વિવક્ષા કરવાની છે. પાંચમા ભેદમાં નિત્ય શુદ્ધ મૂળ ગુણની અપેક્ષા હતી, ત્યારે છઠા ભેદમાં અનિત્ય અશુદ્ધ પર્યાયની અપેક્ષા છે. જેમ સંસારવાસી જીવોને જન્મ તથા મરણને વ્યાધિ છે, તે જન્માદિક પર્યાય કર્મના સંયોગથી હોય છે. તે અનિત્ય અને અશુદ્ધ છે, તેમ મોક્ષાર્થી જીવ તે જન્માદિક પર્યાયનો નાશ કરવાને પ્રવર્તે એમ માનવું, તે કર્મોપાધિ અપેક્ષાવાળો જે અનિત્ય અને અશુદ્ધ પર્યાય હોય, તે પર્યાયાર્થિક નયના છઠ ભેદમાં ગણી શકાય છે.
એ પ્રમાણે પર્યાયાર્થિક નયના છ ભેદ સમજવા. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અંદર સ્થાન રહેલા તે જાણવું જોઇએ. જે દ્રવ્યાર્થિક નય છે તે નિત્ય સ્થાનને જણાવે છે, કારણ કે દ્રવ્ય નિત્ય છે અને