________________
१५४
नयामृतम्-२
જો એકાંતે દ્રવ્યને ઉપચરિત સ્વભાવી માને, તો આત્મા કદી પણ જ્ઞાતા થાય નહીં. સ્વ-પરની વિરક્ષા કેમ થાય? પર અપેક્ષાએ આત્મા માની આત્મા તે પણ ન કહેવાય અને એકાંતે અનુપચરિત સ્વભાવ માને, તો આત્મા સ્વ-પર વ્યવસાયી જ્ઞાનવાળો થઈ શકે જ નહીં, કારણ કે-જ્ઞાન પોતાના વિષયમાં અનુપચરિત છે, પરંતુ પરના વિષયમાં પરની અપેક્ષાએ જણાતા પરથી નિરૂપણ થયેલા સંબંધપણાને લઈને ઉપચરિત છે.
આ પ્રમાણે સ્યાદ્વાદમતની પદ્ધતિ પ્રમાણે દ્રવ્યના સર્વ સ્વભાવ માનવા જોઈએ, દ્રવ્યના બધા સ્વભાવો દ્રવ્યને લાગુ પડે છે. એકાંતે કોઈ એક જ સ્વભાવ દ્રવ્યને લાગુ પડતો નથી અને તેથી આહત ધર્મનો સ્યાદ્વાદમત સર્વ પ્રકારે વિજયી થાય છે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્વરૂપ નયની સાથે મિશ્ર કર્યા વગર સમજાય તેવું નથી. વિવિધ પ્રકારના સ્વભાવવાળા દ્રવ્યને પ્રમાણથી જાણવાને માટે સ્યાત્ અને નય-એ બંનેને મિશ્ર કરવા જોઈએ. તેથી સ્વદ્રવ્યની અપેક્ષાએ અતિરૂપ અને પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિરૂપ ઈત્યાદિ જે દ્રવ્યની સિદ્ધિ છે, તે સારી રીતે સમજવામાં આવી શકે છે.
વસ્તુને તેના વિવિધ પ્રકારના સ્વભાવોમાંથી નિવૃત્ત કરી એક સ્વભાવમાં લાવે તે નય' કહેવાય છે. અથવા પ્રમાણથી સંગ્રહ કરેલા અર્થનો જે એક અંશ તે નય’ કહેવાય છે. નયચક્રમાં એમ લખે છે કે-એક વસ્તુ અનંત ધર્મવાળી છે, તેમાંથી એક ધર્મની મુખ્યતા કરવાનું જે જ્ઞાન તે નય કહેવાય છે. દાખલા તરીકે જીવ વિગેરે જે એક દ્રવ્ય છે તે અનંત ધર્માત્મક છે, એટલે તેમાં ઘણા ધર્મો રહેલા છે. તેમાંથી એક ધર્મનું ગ્રહણ કરવું અને તેની અંદર રહેલા બાકીના ધર્મનો નિષેધ ન કરવો, તેમ તેમનું ગ્રહણ પણ ન કરવું અર્થાત્ તે દ્રવ્યના અનંત ધર્મમાંથી એક ધર્મને મુખ્ય કરવો તે 'નય' કહેવાય છે. જો તે દ્રવ્યના એક અંશને માની બાકીના અંશોનો નિષેધ કરે, તો તે 'નયાભાસ' કહેવાય છે. એ નયાભાસ જૈનમત સિવાય બીજા મતમાં આવે છે.
જેટલા વચનના માર્ગો છે તેટલા નયના વચનો છે, અને જેટલા નયના વચન છે તેટલા એકાંત માનવાથી અન્ય મતો છે, તેથી સર્વ નયનું સવિસ્તર સ્વરૂપ કહી શકાય તેમ નથી. ઉપર જે નયના લક્ષણો કહ્યા છે, તે નય મુખ્ય રીતે-૧.દ્રવ્યાર્થિક નય અને ૨-પર્યાયાર્થિક નય એમ બે પ્રકારે છે. તેમ વળી તે નિશ્ચય નય અને વ્યવહાર નય-એવા બે પ્રકારે પણ ગણેલા છે. તે દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, નિશ્ચય નય અને વ્યવહાર નય-એ સર્વ નયના મૂળ ભેદ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નિશ્ચય નયના સાધન-હેતુ છે એમ સમજવું. જેની અંદર ઉપર કહેલ દ્રવ્ય પ્રયોજનરૂપે હોય, તે દ્રવ્યાર્થિક નય’ કહેવાય છે એટલે દ્રવ્ય છે અર્થ-પ્રયોજન જેનું, તે દ્રવ્યાર્થિક કહેવાય છે
દ્રવ્યાર્થિક નયના દશ ભેદ. ૧-કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય, ૨-ઉત્પાદવ્યયગૌણત્વેન સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક, ૩ભેદકલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૪-કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, પ-ઉત્પાદત્રય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૬-ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૭-અન્વય દ્રવ્યાર્થિક, ૮-સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક, ૯પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક, ૧૦૫રમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક.