________________
अर्वाचीन गुजराती कृति
१५३
દ્રવ્યનો ગુણ છે અને આ દ્રવ્યનો પર્યાય છે, એવા વ્યવહારમાં વિરોધ આવી જાય અને તે વિરોધને લઈ ને દ્રવ્યનો પણ અભાવ થઈ જાય.
જો દ્રવ્યને એકાંતે ભવ્ય સ્વભાવી માનવામાં આવે, તો સર્વ દ્રવ્ય પરિણામી થઈ બીજા દ્રવ્યના રૂપને પ્રાપ્ત કરે, અને તેમ કરવાથી સંકર વિગેરે દૂષણો દ્રવ્યને લાગુ પડી જાય. જો દ્રવ્યને એકાંત અભવ્ય સ્વભાવી માને, તો સર્વથા શૂન્યપણાનો પ્રસંગ આવે.
જો દ્રવ્યને પરમ સ્વભાવી ન માને, તો દ્રવ્યની અંદર પ્રસિદ્ધ રૂપ શી રીતે આપી શકાય? કારણ કેઅનંત ધર્માત્મક વસ્તુને એક ધર્મથી કહેવી તેનું નામ પરમભાવ સ્વભાવ કહેવાય છે, તેની અંદર બાધ આવી જાય.
જો દ્રવ્યને એકાંત ચૈતન્ય સ્વભાવ માને તો સર્વ વસ્તુ ચૈતન્યરૂપ થઈ જાય, અને તેમ થવાથી ધ્યાન અને ધ્યેય, જ્ઞાન અને શેય, ગુરૂ અને શિષ્ય વિગેરે મર્યાદાનો ભંગ થાય. એમ થવાથી સર્વ શાસ્ત્રીય વ્યવહાર બંધ પડી જાય. જો દ્રવ્યનો એકાંત અચેતન સ્વભાવ માને, તો સર્વ ચૈતન્ય ધર્મનો ઉચ્છેદ થઈ જાય.
જો દ્રવ્યને એકાંત મૂર્ત સ્વભાવી માને, તો આત્માને મુક્તિની સાથે વ્યાપ્તિ જ ન થાય. જો એકાંત અમૂર્ત સ્વભાવ માને, તો આત્મા કદી પણ સંસારી થાય જ નહીં.
જો દ્રવ્યને એકાંત એક પ્રદેશ સ્વભાવી માને, તો અખંડ પરિપૂર્ણ આત્મા અનેક કાર્યનો કર્તા નહીં થઈ શકે. જેમ માટીનો ઘડો અવયવવાળો છે, તે ઘડાના અવયવ કંપે છે, પણ પોતે અવયવી ઘડો કંપતો નથી. તો "ચાલે છે' એ પ્રયોગ શી રીતે સિદ્ધ થાય? જેમ એક પ્રદેશમાં થતા કંપનો પરંપરાએ સંબંધ છે, તેમ એક દેશમાં થતા કંપના અભાવનો પણ પરંપરાએ સંબંધ છે, માટે દેશથી ચાલે છે, અને દેશથી ચાલતો નથી એમ અઅલિત વ્યવહારમાં અનેક પ્રદેશ માનવા જોઈએ. જો દ્રવ્યનો અનેક પ્રદેશ સ્વભાવ ન માને, તો આકાશ વિગેરે પરમાણુનો સંયોગ શી રીતે ઘટી શકે ? કેમ કે-પરમાણુ તો આકાશ દ્રવ્યના એક પ્રદેશને અવગાહે તે વારે આકાશ અવગાહ્યો કેમ કહેવાય? દેશથી તે એકવર્તી છે. જેમ ઇંદ્રનું કુંડલ” જો કે કુંડલ તો ઇંદ્રના કાનનું છે, પણ કાન એ ઇંદ્રનો એક દેશ છે, તેથી તેને લઈને તે ઇંદ્રનું કુંડલ કહેવાય છે. તેવી રીતે પરમાણુવૃત્તિ આકાશની સાથે દેશથી માને, તો આકાશાદિકને પ્રદેશ ઈચ્છતા નથી તો પણ માનવા જોઇએ. બંને ન માને તો પરમાણુવૃત્તિ રહિત થઈ જાય, તેથી દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવી માનવું યોગ્ય છે. જો દ્રવ્યને એકાંતે અનેક પ્રદેશ સ્વભાવી માને, તો તેને અર્થ તથા ક્રિયાના કરનારપણાનો અભાવ અને સ્વ સ્વભાવની શૂન્યતાનો પ્રસંગ આવે.
જો દ્રવ્યને એકાંતે વિભાવ સ્વભાવ માને તો મોક્ષનો જ અભાવ થઈ જાય. રાગ-દ્વેષની પરિણતિ તે જ ચેતનનો વિભાવ સ્વભાવ છે.
જો એકાંત શુદ્ધ સ્વભાવ માને તો આત્માને કર્મનો લેપ લાગે જ નહિ, અને જ્યારે એમ થાય તો પછી સંસારની વિચિત્રતાનો અભાવ થઈ જાય. જો એકાંત અશુદ્ધ સ્વભાવ માને તો કદી પણ આત્મા શુદ્ધ જ થાય નહીં.