________________
अर्वाचीन गुजराती कृति
१४९
ઉચ્ચ ગોત્રના ઉદયથી જીવ ઉચ્ચ કહેવાય છે અને નીચ ગોત્રના ઉદયથી જીવ નીચ-હલકા ગણાય છે. તે બંને પ્રકારનું ગોત્રકર્મ સર્વથા ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ પ્રગટે છે. જેથી સિદ્ધના જીવો ઉચ્ચ કે નીચ કહેવાતા નથી, સર્વ સિદ્ધોમાં સમાનભાવ હોય છે. પુગલના ૨૨ પ્રકારના પરિણામમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૨૦ પ્રકાર ઉપરાંત વાયુ તિર્થો વહે છે. તેને ગુરૂલઘુ પરિણામવાળો અને સિદ્ધશિલા તથા જ્યોતિષીના વિમાન વિગેરેને અગુરુલઘુ પરિણામવાળા સમવાયાંગ સૂત્રમાં કહ્યા છે.”
આત્મદ્રવ્યના ગુણલક્ષણ) તથા સ્વભાવ એ વસ્તુ પ્રથમ જાણવી જોઈએ. તે લક્ષણ બે પ્રકારના છે.
આત્માને વિષે સામાન્ય લક્ષણ ૮ છે અને વિશેષ લક્ષણ ૬ છે, અને સર્વ દ્રવ્ય આશ્રીને કહેતાં સામાન્ય લક્ષણ ૧૦ છે અને વિશેષ લક્ષણ ૧૬ છે.
એમાં પ્રથમ દ્રવ્યના સામાન્ય લક્ષણ ૧૦- અસ્તિત્વ-૧, વસ્તુત્વ-૨, દ્રવ્યત્વ-૩, પ્રમેયત્વ-૪, અગુરુલઘુત્વ-૫, પ્રદેશત્વ-૬, ચેતનત્વ-૭, અચેન–-૮, મૂર્તત્વ-૯, અને અમૂર્તત્વ-૧૦. એ દશ દ્રવ્યના સામાન્ય લક્ષણ-ગુણ કહેવાય છે. આ સર્વ દ્રવ્ય આશ્રીને કહ્યું.
હવે તે દ્રવ્યના દશ સામાન્ય ગુણોના સંક્ષેપથી અર્થ:
જે દ્રવ્યનું સત્ રૂપપણું નિત્યવાદી ઉત્તર સામાન્ય અને વિશેષ સ્વભાવનું આધારભૂત છે. જે થકી લોકમાં સભૂતપણાનો વ્યવહાર થાય છે, તે “અસ્તિત્વ' નામે પ્રથમ ગુણ.
દ્રવ્યનું સામાન્ય અને વિશેષરૂપપણું-જાતિવ્યક્તિરૂપપણું, એ ‘વસ્તુત્વ' નામે બીજો ગુણ. દ્રવ્યના સ્વરૂપમાં જે સત્ લક્ષણ કહ્યું, તે દ્રવ્યત્વ' નામે ત્રીજો ગુણ. પ્રમાણ વડે જે માપી શકાય-જાણી શકાય, તે પ્રમેયત્વ' નામે ચોથો ગુણ.
પ્રત્યેક સમયે દ્રવ્યમાં છ ગુણની વૃદ્ધિનહાનિ થયા કરે તે “અગુરુલઘુત્વ' નામે પાંચમો ગુણ, આ ગુણ સૂક્ષ્મ હોવાથી કહી શકાય તેવો નથી, જે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે.
જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણુ-પુદ્ગલો હોય, તે પ્રદેશત્વ” નામે દ્રવ્યનો છઠ્ઠો ગુણ. જેનાથી વસ્તુનો અનુભવ થાય આત્માનો અનુભવરૂપ ગુણ), તે ચેતનત્વ' નામે સાતમો ગુણ છે. વસ્તુમાં જ્ઞાનનું રહિતપણું અજીવ માત્રનો ગુણ), તે “અચેતનત્વ' નામે આઠમો ગુણ. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય, તે “મૂર્તત્વ' નામે નવમો ગુણ. જે દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય, તે “અમૂર્તત્વ' નામે દશમો ગુણ.
હવે દ્રવ્યના વિશેષ લક્ષણ (ગુણ) ૧૬ઃ-૧ જ્ઞાન, ૨-દર્શન, ૩-ચારિત્ર, ૪-વીર્ય, પ-વર્ણ, ૬-ગંધ, ૭-રસ, ૮-સ્પર્શ, ૯-ગતિeતુત્વ, ૧૦સ્થિતિહેતુત્વ, ૧૧-અવગાહનહેતુત્વ, ૧૨-વર્તનાહેતુત્વ, ૧૩-ચેતનત્વ, ૧૪અચેનત્વ, ૧૫-મૂર્તત્વ, ૧૬-અમૂર્તત્વ. એ સોળ દ્રવ્યના વિશેષ ગુણો કહેવાય છે.
જીવના-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ચેતનત્વ અને અમૂર્તત્વ-એ છ ગુણ જીવના છે.