________________
अर्वाचीन गुजराती कृति
१४३
શુક્લ ધ્યાનરૂપ શ્રેણિભાવના ત્રીજા પાયાની અંતરાલે રહી વર્તે છે, એ સમભિરૂઢ નયના મતે છે.
એ રીતે શ્રેણિભાવ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરથી વ્યવહારષ્ટિએ તો એક સમભિરૂઢ નય કહેવાય છે, અને અંતરંગદષ્ટિએ જોતાં તો છે નય જાણી લેવા. આ પ્રમાણે સમભિરૂઢ નયને મતે શુદ્ધ વ્યવહારનું સ્વરૂપ કહેલું છે.
શુદ્ધ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ- એવંભૂત નયને મતે અષ્ટકર્મનો ક્ષય કરી અષ્ટગુણસંપન્ન લોકને અંતે વિરાજમાન છે અને સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચય નય સમજવા. તેની અંદર સાતે નયની પ્રાપ્તિ થાય છે તે આ રીતે -
સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ જે ભૂતકાલે નિરાવરણ હતા, ભવિષ્યકાલે નિરાવરણ રહેશે અને વર્તમાનકાલે નિરાવરણ રહે છે, તે નૈગમ નયના મતે છે.
જે સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મળપણે જેવી હતી જ નિરાવરણપણે પ્રગટ કરેલી છે, તે બીજા સંગ્રહ નયને મતે છે.
જે પલટણ સ્વભાવે પ્રતિસમય નવા નવા શેયની વર્તનારૂપ પર્યાયનો ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે, તે ત્રીજા વ્યવહાર નયને મતે છે.
જે સિદ્ધ પરમાત્મા પોતાના પરિણામિકભાવે રહી સામાન્ય વિશેષરૂપ ઉપયોગમાં સદાકાલ વર્તે છે, તે ચોથા ઋજુસૂત્ર નયના મતે છે.
જે આગળ જીવ-અજીવની બેંચણ કરી ક્ષાયિક સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ્યો છે, તે પણ પોતાની પાસે છે, તે પાંચમા શબ્દ નયને મતે છે.
જે અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી છે તે પણ પોતાની પાસે છે, તે છઠા સમભિરૂઢ નયને મતે છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકર્મનો ક્ષય થતાં અષ્ટ ગુણ પ્રગટ કરી લોકને અંતે વિરાજમાન વર્તે છે, તે એવંભૂત નયનો મત છે.
એવી રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરંગ દષ્ટિએ જોતાં કાર્યરૂપ સાતે નય પ્રાપ્ત થઈ શકે છે અને ઉપરથી વ્યવહાર દૃષ્ટિએ જોતાં તો એક એવંભૂત નય આવી શકે છે.
એ સાતે નયની ઘટના કયા પદાર્થ ઉપર લગાડવી ઉત્તમ છે? અને તેમાંથી કઈ કઈ બાબત જાણવા યોગ્ય છે તે નીચે પ્રમાણે -
પ્રથમ તો છ દ્રવ્યમાં સાતે નય લગાડવા જોઇએ. જેમ કે આકાશ પ્રદેશ છે, તેની અંદર સાતે નય પ્રવર્તે છે. આકાશ પ્રદેશ એક છતાં નૈગમ નયના મતે તે છ દ્રવ્યોથી મિશ્રિત છે. સંગ્રહ નયને મતે એક કાલદ્રવ્ય અપ્રદેશી છે, કારણ કે-સર્વ લોકમાં તેનો એક સમય વ્યાપી રહેલો છે. તેથી તે આકાશ પ્રદેશમાં કાલ જુદો નથી. માટે સંગ્રહ નયના મતે એક કાલ દ્રવ્ય વિના બાકીના પાંચ દ્રવ્યનો એક પ્રદેશ કહી શકાય છે. તથા
૧. પરિવર્તન