________________
१४२
नयामृतम् -२
કર્મરૂપ દલિયાનુ ગ્રહણ કરવું તે ગ્રહવારૂપ વ્યવહા૨ નય સમજવો. તે નયમાં નૈગમ, સંગ્રહ,વ્યવહાર અને ઋજુસૂત્ર-એ ચા૨ નય આવી શકે છે.
પાંચમો ભેદ અનુપચરિત વ્યવહા૨ નય- કોઇ જીવ ઋજુસૂત્ર નયના ઉપયોગે અજાણપણે શરીરાદિક દ્રવ્યકર્મરૂપ પ૨વસ્તુ કે જે પોતાથી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાને ક૨ી પોતાની જાણે છે, અને પોતાના શ૨ી૨ને વિષે જીવબુદ્ધિ રાખે છે, તે અનુપચરિત વ્યવહા૨ નયથી કર્તા છે એમ સમજવું. અને તે અનુપચરિત વ્યવહા૨ નયમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચા૨ નય ઘટાવી શકાય છે.
આ પ્રમાણે અશુદ્ધ વ્યવહાર નયના મૂલ ભેદ એક અને તેના પાંચ ઉત્તરભેદ છે, અને તે દરેક પદાર્થમાં ઘટાવી વસ્તુરૂપ યથાર્થ રીતે ઓળખી શકાય છે.
શુદ્ધ વ્યવહા૨ નય- શબ્દ નયના મતે સમ્યક્ત્વભાવથી માંડીને છઠ્ઠા તથા સાતમા ગુણઠાણા પર્યંત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સર્વ શુદ્ધ વ્યવહાર નયે વર્તે છે. તેમાં પાંચ નયની ઘટના થાય છે તે આ રીતે
પહેલા નૈગમ નયના મતે આઠ રૂચક પ્રદેશ સદાકાલ સિદ્ધ સમાન નિર્મલા છે, બીજા સંગ્રહ નયને મતે સિદ્ધસમાન પોતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરૂપ છે, ત્રીજા વ્યવહાર નયના મતે ઉ૫૨થી ગુણઠાણા માફક પોતાની કરણી કરે છે, ચોથા ઋજુસૂત્ર નયના મતે સંસાર તરફ ઉદાસી વૈરાગ્યરૂપ પરિણામ વર્તે છે અને પાંચમા શબ્દ નયના મતે જીવ-અજીવરૂપ સ્વ-૫૨ની હેંચણ કરી જેવી હતી તેવી જ શુદ્ધ-નિર્મળ સ્વઆત્માની પ્રતીતિ કરી છે. એવી રીતે સમ્યક્ત્વભાવથી માંડીને છઠ્ઠા-સાતમા ગુણઠાણા પર્યંત ઉપરથી વ્યવહા૨દૃષ્ટિએ જોતાં એક શબ્દ નય અને અંતરંગ નિશ્ચય દૃષ્ટિએ પાંચ નય જાણવા. એ શબ્દ નયને મતે શુદ્ધ વ્યવહારનું સ્વરૂપ કહેલું છે.
હવે સમભિરૂઢ નયને મતે આઠમા-નવમા ગુણઠાણાથી માંડીને તેરમા ચૌદમા ગુણઠાણા પર્યંત કેવળી ભગવાન તે શુદ્ધ વ્યવહા૨ નયે વર્તે છે. તેમાં છ નય ઘટાવી શકાય છે. જે ઘટાવાથી શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ સા૨ી ૨ીતે જાણી શકાય છે. તે આ રીતે
પોતાના આત્મની સિદ્ધ સમાન સત્તા જે આગળ ઓળખી હતી તે શુદ્ધ નિર્મળપણે પ્રગટ કરી છે. એ સંગ્રહ નયનો મત છે.
આઠ રૂચક પ્રદેશ જે આગળ આવરણ રહિત હતા તે તેવા ને તેવા જ વર્તે છે, એ નૈગમ નયનો મત
છે.
અંતરક૨ણીરૂપ સ્વરૂપમાં ૨મવારૂપ ક્રિયા કરે છે અને બાહ્ય કરણીરૂપ ક્રિયા પણ સાચવે છે, એ વ્યવહા૨ નયના મતે છે.
જે શુદ્ઘ ઉપયોગમાં વર્તે છે, તે ઋજુસૂત્ર નયના મતે છે. ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટયો છે તે પણ પોતાની પાસે છે, તે શબ્દ નયના મતે છે.