________________
अर्वाचीन गुजराती कृति
१२७
જીવવિચાર સ્તવન-સત્યવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે વિ.સં. ૧૭૧૨ માં આ સ્તવન ૨ચ્યું છે. એમાં નવ ઢાલ છે. એ પ્રક૨ણાદિ વિચા૨ગર્ભિત શ્રી સ્તવન સંગ્રહ’માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગ૨ ત૨ફથી ઇ.સ. ૧૯૧૪માં છપાયું છે'
જીવવિચા૨ ભાષા-પાર્શ્વચંદ્ર ગચ્છના હર્ષચંદ્રના ગુરુભાઇ નિહાલચંદ્રે આ કૃતિ મકસૂદાબાદ’ માં વિ.સં. ૧૮૦૬ માં રચી છે. એમાં ૧૮૬ કડી છે. આ કૃતિનું નામ વિચારતાં એમાં જીવના ભેદ-પ્રભેદોની હકિકત હશે એમ લાગે છે. જો એમ જ હોય તો એ એક રીતે 'ઓંટોલોજિ' (Ontology) ની કૃતિ ગણાય.
પુદ્ગલ-ગીતા-ચિદાનંદે આ કૃતિ દ્વારા પુદ્ગલ સંબંધી એક જાણે નિબંધ ન લખ્યો હોય તેવી આ કૃતિ છે. આ સજ્જન-સન્મિત્ર' (પૃ.૫૦૫-૫૧૩) માં છપાઇ છે. આમાં કોઇ કોઇ સ્થળે હિંદીની છાંટ છે.
નવતત્ત્વ ભાષા —આના કર્તા પણ ઉપર્યુક્ત નિહાલચંદ્ર છે. એમણે આ કૃતિ વિ.સ. ૧૮૦૭માં ‘મકસૂદાબાદ’ માં રચી છે.
'નવતત્ત્વવિચાર સ્તવન —સત્યવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે ઘોઘામાં વિ. સં. ૧૭૧૩ માં આ સ્તવન રચ્યું છે. આના પ્રારંભિક અને અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ ( ભા. ૨, પૃ. ૧૫૧–૧૫૨ ) માં નોંધાયેલો છે.
નવતત્ત્વનું સ્તવન —જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ પર્યાપ્તિ વગેરે બાબત સહિત આમાં અપાયેલું છે. આની રચના દુહા અને ચોપાઈમાં છે. મણિવિજયના શિષ્ય ભાગ્યવિજયે વિ.સ. ૧૭૬૬માં પાટણમાં આ સ્તવન રચ્યું છે. એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાયું છે.
નવતત્ત્વ સ્તવન —ડુંગરવિજયના શિષ્ય વિવેકવિજયે ૧૮ ઢાલમાં આ સ્તવન વિ. સં. ૧૮૭૨ માં ‘દમણ’માં રચ્યું છે. શરૂઆતના ચાર ‘દુહા’ અને ‘કલસ’ પૂરતો ભાગ જૈન ગુર્જર કવિઓ . ( ભા. ૩, ખં. ૧, ૨૮૫–૨૮૬ ) માં અપાયેલો છે.
ચૌવીસ દંડકનું સ્તવન –નામ, લેશ્યા ઇત્યાદિ ૨૯ દ્વા૨ ચોવીસ દંડકને અંગે આ સ્તવનમાં છ ઢાલમાં વિચારાયાં છે. આના કર્તા ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજય છે. એમણે આ સ્તવન મહાવીરસ્વામીની સ્તુતિરૂપે રચ્યું છે. આ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહ માં પ્રકાશિત થયેલું છે.
ચૌવીસ દંડકનુ સ્તવન – પાર્શ્વનાથની સ્તુતિરૂપે આ સ્તવન વિજયહર્ષના શિષ્ય ધર્મચંદ્રે ‘જેસલમે૨’ માં વિ. સં. ૧૭૨૯ માં દિવાળીને દિવસે રચ્યું છે. આમાં ગતિ આગતિનું સ્વરૂપ આલેખાયું છે. આ સ્તવન પણ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં છપાવાયું છે.
૧. આ એની બીજી આવૃત્તિ છે.
૨. આ પહેલી આવૃત્તિના પૃષ્ઠ છે.
૩. જુઓ જૈન ગૂર્જર કવિઓ ( ભા. 3. ખંડ 2, પૃ. ૧૦૯૯), ૪. એજન પૃ. ૧૨૦૦,
૫. “દીપોત્સવી પર્વનું રહસ્ય” એ વિષયને અંગે વડોદરા રેડિઓ સ્ટેશનેથી મેં વાર્તાલાપ ગઈ દિવાળીએ ૨જૂ કર્યો હતો. એ અહીંના સાપ્તાહિક
નામે ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણના તા. ૧૯–૧૦—૫૧ ના અંકમાં પ્રસિદ્ધ થયો છે.