________________
१२६
नयामृतम्-२
વડે જૈન સાહિત્ય ખૂબ જ દીપે છે. દુર્ભાગ્ય એટલું જ છે કે એમની આ તમામ રચનાઓને સાચવી રાખવા જેટલું પણ કાર્ય થઇ શક્યું નહિ. એમની નવ્ય ન્યાયાદિથી પરિષ્કૃત કૃતિઓ વાંચતાં વિચારતાં એમ લાગે છે કેન્યાયને અંગેનું સમગ્ર સાહિત્ય એમણે એક યા બીજા સ્વરૂપે પોતાની કૃતિ દ્વારા આપણને પીરસ્યું છે. એમનો ઉપનિષદો, ગીતા વગેરેનો બોધ અસાધારણ હતો. એમાંની રોચક, પ્રેરક અને સુબોધક સામગ્રી એમણે પોતાની કૃતિઓમાં મનોરમ રીતે વણી લીધી છે. આવા એક પ્રકૃષ્ટ અભ્યાસીને હાથે દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ રચાયો છે.
રાસ એટલે?-સામાન્ય રીતે રાસ' શબ્દથી કોઇ કથા, વાર્તા કે ચરિત્રના નાયકના યશોગાનને લગતી રસિક પદ્યાત્મક કૃતિ એવો અર્થ કરાય છે અને સમજાય છે. પરંતુ અહીં તો આ “રાસ' શબ્દ ‘રસમય પદ્યરચના” એવા અર્થમાં વપરાયો છે. કિસ્સા, કહાની અને વાર્તાની એટલે કે કથાનુયોગની વિશેષતઃ રુચિ ધરાવનારને આ દ્રવ્યાનુયોગને લગતી કૃતિમાં આનંદ ઓછો આવે, પરંતુ દ્રવ્યાનુયોગનું મહત્ત્વ સમજનાર અને એના અભ્યાસ માટે અભિરુચિ રાખનાર તો આ દ્રવ્ય-ગુણ-પર્યાય-રાસ વાંચી-વિચારી ખૂબ જ આનંદ મેળવે તેમ છે.
આ કોઇ સામાન્ય કૃતિ નથી. એની પાછળ શતમુખી પ્રતિભા છે. આનું મૂલ્ય બરાબર સમજાયાથી તો ગુજરાતી કૃતિને અંગે જે વિવરણ-બાલબોધ ગુજરાતીમાં યશોવિજય ગણિએ રચેલ છે, તેના અમુક ભાગનો ઉપયોગ કરી વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે દ્રવ્યાનુયોગતર્કણા નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો અને એને સંસ્કૃત સ્વોપલ્શ વૃત્તિથી વિભૂષિત કર્યો. આ સંસ્કૃત ગ્રંથ ૧૫ અધ્યાયોમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ રજૂ કરે છે. વિશેષમાં એમાં પ્રમાણ અને નયનું નિરૂપણ છે અને એ આગમો અને સમ્મઇપયરણ જેવાના આધારે યોજાયેલો છે. આ ગ્રંથ હિંદી અનુવાદ સહિત પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી વીર સંવત્ ૨૪૩૨ માં છપાયો છે. વિ. સં. ૧૭૮૫ થી ૧૮૦૯ ના ગાળામાં આ ગ્રંથ રચાયો છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિ.સં. ૧૭૧૧ માં રચાયો છે. એના ઉપરનો બાલાવબોધ ટબ્બો D ળનાં ના' થી શરૂ થાય છે. આ જોતાં એ સ્વોપ જણાય છે આ રાસનો આદિમ ભાગ તેમ જ અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ (ભા. ૨, પૃ.૨૮-૩૦) માં અપાયેલ છે.
પ્રકરણ રત્નાકર (ભા.૧, પૃ.૩૩૭-૪૧૨) માં ઉપર્યુક્ત રાસ છપાયો છે. ગુર્જર સાહિત્ય સંગ્રહ (ભા.૨) માં આ રાસ ઉપર્યુક્ત ટબ્બા તેમજ રાસના છૂટા બોલ સહિત છપાયો છે તે પ્રશંસાપાત્ર પ્રયાસ છે. તેમ છતાં પાલણપુરના ભંડારમાં વિ.સં. ૧૭૧૧ માં લખાયેલી અને કોઇ કોઇ સ્થળે કર્તાના હસ્તાક્ષરમાં લખાણવાળી હાથપોથી છે તો આને આધારે આ રાસ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત વિશિષ્ટ ટિપ્પણાદિ સહિત પ્રકાશિત થવો ઘટે. દ્રવ્યાનુયોગના અર્થીને તો આ ખાસ ઉપયોગી થશે.
૧. દા. ત. અધ્યાત્મસારમાં ગીતાનાં કેટલાક પદ્યો ગૂંથી લેવામાં આવ્યાં છે.