________________
नयामतम-२
(૨.)
ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિરચિત
નયવિચાર સજઝાય પ્રણમું શ્રીશંખેસર પાસ, સમરું ગુરુગુણ-લીલવિલાસ, ધ્યાઉં હૃદય વલી શ્રુતદેવિ, નયવિચાર કેહસું સંખેવિ.|૧| પહિલો નૈગમ નય મન ધરો, બીજો સંગ્રહ ચિતિ અનુસરો ત્રીજો નય મોટો વ્યવહાર, ચોથો તે ઋજુસૂત્ર વિચાર.|રા પંચમ શબદ ધરે નિજ ટેક, સમભિરૂઢ છો સુવિવેક, એવંભૂત કહિઓ સાતમો, નામ સાત નયનાં મનિ રમોસા હવે કહયું વિવરો એહ તણો, જે જિમ માનેં તે તિમ સુણો, નૈગમ દીસે જેહ અશેષ, તે માટે સામાન્ય વિશેષ|૪|| વૃક્ષ કહું સામાન્ય જણાઇ, સહકારાદિક વિશેષ ઉપાય, દર્શન પ્રથમ લહે સામાન્ય, ઇહાપોહ વિશેષ જ સામાન્યાપા સંગ્રહ ન માનેં ઇક જાતિ, તરૂ વિણ કુણ નિંબાદિક ભાતિ, વિધ ગોચર છઇ સકલ પ્રમાણ, ભેદક વિકલ્પ અવિદ્યા ઠણા૬િIL માને નય વ્યવહાર વિશેષ, જેહની છે પરિણામેં રેખ, ગો દૂઝે ગો નવિ સામાન્ય, નામ ન લીજે ધાન્ય.II નય ઋજુસૂત્ર કહે જે અર્થ, તે ખિણભંગુર અન્ય અનર્થ, સ્વભાવભેદે કિરિયા-ભેદ, અર્થ એક કિમ કહિઇ વેદાZIL સંખ્યા લિંગ વિભેદઈ ભિન્ન, અર્થ શબ્દનય કહે અભિન્ન, સમભિરૂઢ નય વચનૅ હુઆ, ઇંદ્ર-પુરંદર-હરિ જુજુઆ||૯|| એવંભૂત કહે ઘટ તદા, નીર ભરીનેં આણાં યદા, બીજી વેલા ઘટ નવિ કહું, શબ્દ અરથ એક સરખા લહું ૧OIL એ વિવરો ભાખ્યો નય તણો, નવઇ તત્ત્વમાં એ વિધિ ગણો, સદગુરૂ-વયણે નિશ્ચલ રહો, કુવિકલ્પે શ્રદ્ધા મ મ દહો||૧૧|| ગીતારથ જાણે નય ઘણા, દાસ હુઈ રહિઈ તેહ તણા, તો મારગ-અનુસારી ભાવ, પામીજે ભવજલનિધિ નાવા૧૨ શ્રીનવિજ્ય સુગુરૂથી લહિયા, વાચક જસવિજયૐ નય કહિયા, એહ જાણી જે કિરિયા કરે, દુત્તર ભવસાયર તે તરે ૧૩||
ઇતિ નયસઝાય સંપૂર્ણમ્.'
૧. સં. ૧૭૮૮ મા.શુ.૨. ઉ. શ્રી યશોવિજયગણિશિષ્યાનુશિષ્યન લખિત