________________
૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વીરાત્તીર્થ મિદં પ્રવૃત્ત મતુલ, વીરસ્ય ઘોરં તપો, વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચયઃ શ્રી વીર ! ભદ્રં દિશ (૨૯) અવનિતલગતાનાં કૃત્રિમા કૃત્રિમાનાં, વર ભવન ગતાનાં, દિવ્ય વૈમાનિકાનામ્, ઇહ મનુજ કૃતાનાં, દેવ રાજાર્ચિતાનાં, જિનવર ભવનાનાં ભાવતોહં નમામિ (૩૦)
શ્રી વીરસ્વામી દેવ-દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા છે, પંડિતો શ્રી વીરસ્વામીને આશ્રયે રહેલા છે, શ્રી વીરે પોતના કર્મોના સમૂહને હણ્યો છે, શ્રી વી૨ને હંમેશાં નમસ્કાર થાઓ. વીરથી આ અનુપમ ચતુર્વિધ સંઘરૂપી તીર્થ પ્રવર્તેલું છે. શ્રી વીર પરમાત્મા ઘોર તપએ તપ્યું છે, શ્રી વીરસ્વામીમાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. આવા શ્રી વીર ! અમને કલ્યાણ આપો. (૨૯)
પૃથ્વીતલ ઉપર અશાશ્વત અને શાશ્વત રૂપે રહેલા, શ્રેષ્ઠ ભવનપતિના આવાસોમાં રહેલા, દિવ્ય વિમાનોમાં રહેલા, આ લોકમાં મનુષ્યોએ કરેલા, દેવતાઓના રાજાઓએ પૂજેલ એવા જિનેશ્વરના ચૈત્યોને હંભાવથી નમુંછું. (૩૦)
સર્વેષાં વેધ સામાદ્ય, માદિમં પરમેષ્ઠિનામ્, દેવાધિદેવ સર્વÄ, શ્રી વીર પ્રણિદધ્મહે (૩૧) દેવો નેકભવા ર્જિતોર્જિત મહા પાપ પ્રદીપાનલો, દેવઃ સિદ્ધિવધૂ વિશાલહૃદયા લંકારહારોપમઃ, દેવોષ્ટા દશ દોષ સિન્ધુરઘટા નિર્ભેદ પંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ, શ્રી વીતરાગો જિનઃ (૩૨)
સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ, પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવોના દેવ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન કરીએછીએ. (૩૧)