________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જે દેવ અનેક ભવમાં ભેગા કરેલા તીવ્ર પાપોને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે, જે દેવ સિદ્ધિ રૂપી વધૂના વિશાલ હૃદયને અલંકૃત કરવા માટે હાર સમાન છે, જે દેવ અઢાર દોષ રૂપ હાથીના સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, તેવા શ્રી વીતરાગ જિનેશ્વર ભવ્યજીવોને વાંછિત ફલ આપો. (૩૨)
ખ્યાતોષ્ટા પદ પર્વતો ગજપદઃ સમ્મેત શૈલાભિધઃ, શ્રીમાન્ રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા શત્રુંજ્યો મંડપઃ, વૈભારઃ કનકાચલો બુંદ ગિરિઃ શ્રી ચિત્ર કૂટાદય, સ્તત્ર શ્રી ઋષભાદયો જિનવરાઃ કુર્વન્તુ વો મંગલમ્ (૩૩)
૪૭
પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શોભાવાળો ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહાત્મ્યવાળો શત્રુંજ્ય પર્વત, માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ (કનકાચલ), આબુ પર્વત, શ્રી ચિતોડ વગેરે જ્યાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો છે, તે તમારું મંગલ કરો. (૩૩)
સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા સર્વ તીર્થો અને તેમાં રહેલી પ્રતિમાઓને વંદના જું કિંચિ નામ તિર્થં,
સન્ગે પાયાલિ માણુસે લોએ, જાઈ જિણ બિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ. (૧)
સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામ રૂપ તીર્થો છે, (તેમાં) જેટલાં જિનેશ્વરનાં બિબો છે, તે સર્વેને હું વંદન કરુંછું. (૧)
આ ‘સકલાર્હત’ મહાકાવ્ય મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચવામાં આવેલું છે. આ સ્તોત્રનું મૂળનામ ‘ચતુર્વિશતિ-જિન-નમસ્કાર’ છે. તે ‘બૃહચૈત્યવંદન'ના નામે પણ ઓળખાય છે કારણકે પાક્ષિક, ચઉમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મોટું ચૈત્યવંદન કરવામાં તેનો ઉપયોગ થાય છે. આ સૂત્રનાં તેત્રીસ શ્લોકોમાં અર્હદેવોના અદ્ભૂત ગુણોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે અને તેમની ઉપાસના અને આરાધનાની સાર્થકતા દર્શાવવામાંઆવીછે.