________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૫
કમઠે ઘરણે ચ, સ્વોચિત કર્મ કુર્વતિ, પ્રભુતુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વ: (૨૫) શ્રીમતે વીર નાથાય, સનાથાયાત્ ભૂત શ્રિયા, મહાનંદસરો રાજ મરાલાયા હતે નમઃ (૨)
પોતાને ઉચિત એવા કર્મકરનાર કમઠ ઉપર અને ધરણેન્દ્ર ઉપર સમાન મનોવૃત્તિ રાખનાર શ્રી પાર્શ્વનાથ ભગવાન તમારી કલ્યાણ માટે થાઓ. (૨૫). ચોત્રીશ અતિશય રૂપ અદ્ભુત લક્ષ્મીથી યુક્ત, મહા આનંદ રૂપસરોવરને વિષે રાજહંસસમાન, શ્રીમાન મહાવીર સ્વામીઅરિહંતને નમસ્કારથાઓ. (૨)
કૃતા પરાધેપિ જને, કૃપા મંથર તારો, ઈષ બાષ્પાદ્રિયો ભેદ્ર, શ્રી વીરજિન નેત્રયો (૨)
જયતિ વિજિતાન્ય તેજા,
સુરા સુરાધિશ સેવિતઃ શ્રીમાનું, વિમલ સ્ત્રાસ વિરહિત, સ્ત્રિભુવન ચૂડામણિ ર્ભગવાન્ (૨૮) અપરાધ કરનાર માણસ ઉપર પણ દયાથી નમેલી બે કીકીઓ વાળા અને થોડા અશ્રુથી ભીંજાયેલાં એવા શ્રી વીરજિનેશ્વરના બે નેત્રો તમારું કલ્યાણ કરનારા થાઓ. (૨). વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારના ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટ સમાન (શ્રી વીરસ્વામી) ભગવંત જય પામે છે. (૨૮)
વીરઃ સર્વ સુરા સુરેન્દ્ર માહિતી વીરં બુધાઃ સંશ્રિતા, વિરેણા ભિહતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ,