________________
૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિશય ઋદ્ધિ વડે યુક્ત, દેવ, અસુર, મનુષ્યોના સ્વામીના અદ્વિતીય નાથ એવા શ્રી કુંથનાથ ભગવાન તમારી (કલ્યાણ રૂપી) લક્ષ્મી માટેથાઓ. (૧૯) ચોથા આરા રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી અરનાથ ભગવાન તમારા ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસને વિસ્તારો. (૨૦)
સુરાસુર નરાધીશ, મયુર નવ વારિદમ્, કર્મવ્રુન્મૂલને હસ્તિ, મલ્લું મલ્લિ મભિષ્ટમઃ (૨૧) જગન્મહા મોહ નિદ્રા, પ્રત્યુષ સમયો પમમ્, મુનિસુવ્રત નાથસ્ય, દેશના વચનં સ્તુમઃ (૨૨)
દેવ-અસુર-મનુષ્યોના સ્વામી રૂપ મોરને ઉલ્લસિત કરવા માટે નવીન મેઘ સમાન અને કર્મ રૂપ વૃક્ષને મૂળથી ઉખેડી નાખવામાં ઐરાવત હાથી સમાન શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએછીએ. (૨૧)
જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રા દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાના વચનની અમે સ્તુતિ કરીએછીએ. (૨૨)
લુહંતો નમતાં મૂર્છાિ, નિર્મલી કાર કારણમ્, વારિપ્લવા ઇવ નમેઃ, પાન્તુ પાદ નખાંશવઃ (૨૩) યદુવંશ સમુદ્રન્દુઃ, કર્મ કક્ષ હુતાશનઃ, અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયાદ્ વોરિષ્ટ નાશનઃ (૨૪)
નમસ્કા૨ ક૨ના૨ મસ્તક ઉપર પડતા અને નિર્મળ કરવાના કા૨ણ રૂપ જલપ્રવાહ જેવા શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખના કિરણો તમારી રક્ષા કરો. (૨૩)
યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, અને કર્મ રૂપ વનને બાળવા માટે અગ્નિ સમાન એવા શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. (૨૪)