________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વિમલ સ્વામિનો વાચઃ, કત કક્ષોદ સોદરાઃ, જયંતિ ત્રિજગચ્ચેતો, જલ નૈર્મલ્ય હેતવઃ (૧૫) સ્વયંભૂ રમણ સ્પર્દિ, કરુણા રસ વારિણા, અનંત જિદ નન્તાં વઃ, પ્રયચ્છતુ સુખ શ્રિયમ્ (૧૬)
ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ કતક ફળના ચૂર્ણ જેવી, એવા શ્રી વિમલનાથસ્વામીના વચનો જય પામે છે. (૧૫) કરુણા પાણી વડે સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર, શ્રી અનંતનાથસ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો. (૧૬)
કલ્પ દ્રુમ સધર્માણ, મિષ્ટ પ્રાપ્તૌ શરીરિણામ્,
ચતુર્દા ધર્મદેષ્ટાર, ધર્મનાથ મુપાસ્મહે (૧૭) સુધા સોદર વાગ્ જ્યોત્સ્ના, નિર્મલી કૃત દિન્મુખઃ, મૃગ લક્ષ્મા તમઃશાન્ત્ય, શાન્તિનાથઃ જિનોસ્તુ વઃ (૧૮)
૪૩
પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પદ્રુમ સમાન, ચાર પ્રકારે ધર્મના ઉપદેશક એવા શ્રી ધર્મનાથસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ.(૧૭) અમૃતતુલ્ય ધર્મદેશના વડે દિશાઓનાં મુખ ઉજ્જવલ કરનાર તથા હરણનાં લાંછનને ધારણ કરનાર શ્રી શાંતિનાથ ભગવાન તમારા અજ્ઞાનનાં નિવારણ અર્થે હો. ચંદ્રિકા વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, હરણના ચિહ્નવાળા શ્રી શાંતિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાંતિ માટેથાઓ. (૧૮)
શ્રી કુંથુનાથો ભગવાન્, સનાથો તિશય ર્દિભિઃ, સુરાસુર નૃનાથાના, મેક નાથોસ્તુ વઃ શ્રિયે (૧૯)
અરનાથસ્તુ ભગવાં, શ્ચતુર્થાર નભોરવિઃ, ચતુર્થ પુરુષાર્થ શ્રી, વિલાસં વિતનોતુ વઃ (૨૦)