________________
૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્જવલ, સાક્ષાત્ શુક્લ ધ્યાન વડે બનાવી હોય તેના જેવી શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા તમને જ્ઞાનલક્ષ્મીની વૃદ્ધિ કરનારી હો. (૧૦)
કરા મલકવદ્વિë, કલયન્ કેવલ શ્રિયા, અચિન્ત્ય માહાત્મ્ય નિધિઃ, સુવિધિ ોંઘયેસ્તુ વઃ (૧૧) સત્ત્વાનાં પરમાનન્દ, કન્દો ભેદ નવામ્બુદઃ, સ્યાદ્વાદામૃત નિસ્યન્દી, શીતલઃ પાતુ વો જિન (૧૨)
જે કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી વડે-હાથમાં રહેલ આમળાની જેમ-સમસ્ત વિશ્વને જાણે છે, એવા અચિંત્ય માહાત્મ્યના નિધાન એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારાબોધિ (સમ્યક્ત્વ)ને પ્રાપ્તિ કરાવનારા હો. (૧૧) પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને (કંદને) પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું ૨ક્ષણ કરો. (૧૨)
ભવ રોગાર્ત્ત જન્તેના મગ દંકાર દર્શનઃ, નિઃશ્રેયસ શ્રી રમણઃ, શ્રેયાંસઃ શ્રેયસેસ્તુ વઃ (૧૩) વિશ્વોપકાર કીભૂત, તીર્થકૃત્કર્મ નિર્મિતિઃ, સુરાસુર નરૈઃ પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ (૧૪)
સંસારરૂપ રોગથી પીડા પામેલા જીવોને જેમનું દર્શન (સમ્યક્ત્વ) વૈદ્ય સમાન છે, તેમજ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. (૧૩)
વિશ્વ ઉપર ઉપકાર કરનારા, તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. (૧૪)