________________
૪)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સકલાઉત ચૈત્યવંદન વર્તમાન ચોવીશી પરમાત્માની ભાવવાહી સ્તવના
સકલાપ્રતિષ્ઠાન,
મધિષ્ઠાન શિવઢિયા, ભૂર્ભુવઃ સ્વસ્ત્રયી શાન, માહિત્યં પ્રસિદષ્મહે (1)
નામાકૃતિ દ્રવ્યભાવે,
પુનત સ્ત્રિ જગન, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિત્ર હંત સમુપાસ્મહે (૨) સઘળા અરિહંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના નિવાસસ્થાન, પાતાળ, મનુષ્યલોક અને સ્વર્ગલોક ઉપર પ્રભુત્વ ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. (૧) જેઓ સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ-સ્થાપના દ્રવ્ય-ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, એવા અરિહંતની અમે ઉપાસના કરીએ છીએ.(૨)
આદિમ પૃથિવીનાથ, માદિમ નિષ્પરિગ્રહ,
આદિમ તીર્થનાથં ચ, રષભ સ્વામિનું સ્તુમઃ (8) અહંન્ત મજિત વિશ્વ, કમલાકર ભાસ્કર,
અમ્લાન કેવલાદર્શ, સંક્રાન્ત જગત તુવે (૪) પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવસ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ.(૩) જગત રૂપ, કમળના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, જેમના નિર્મળ કેવળજ્ઞાન રૂપ દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબિત થયું છે, એવા શ્રી અજિતનાથ અરિહંતની હું સ્તવના કરું છું. (૪)