________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
| (સામાયિક લીધા બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ મંગલ નિમિત્તે ચિત્યવંદનથી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. બીજા શબ્દોમાં તેને દેવવંદન” પણ કહી શકાય)
દેવ-ગુરુને પંચાંગ વંદન - ઇચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, / છ મિ. મયૂએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તકવડેવંદન કરું છું. (૧) (જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કહ્યું, માટે આદેશ માંગવા નીચે
મુજબનો પાઠ બોલવો.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ૧ ચૈત્યવંદન કરું? “ઇચ્છ' (૧)
હે ભગવંત! ચૈત્યવંદન કરું? આજ્ઞા માન્ય છે. (૧)
સકલ કુશલ વલ્લી, પુષ્પરાવર્ત મેઘો, દુરિત તિમિર ભાનુઃ કલ્પ વૃક્ષોપમાનઃ, ભવ જલ નિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ
શ્રેયસે પાર્શ્વનાથઃ (1)
સઘળા કુશળની વેલડી સમાન, પુષ્પરાવર્તના મેઘ સમાન, અજ્ઞાનરૂપી અંધકાર માટે સૂર્ય સમાન, કલ્પવૃક્ષ સમાન, સંસાર રૂપ સમુદ્રમાં વહાણ સમાન, સર્વ સંપત્તિના કારણ રૂપ, તે શ્રી શાંતિનાથ હંમેશા તમારા કલ્યાણ માટે થાઓ. (૧)