________________
૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છું).તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ ( દવા પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર ( કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
(નોંધ : આયંબિલ–નીવિ–એકાસણું અને બીજું બિયાસણું કરીને ઊઠતી વખતે અને છૂટાવાળાએ રાત્રિદરમ્યાન પાણી પીવાની છૂટ રાખનારે આ પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઇએ.)
દુવિહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં
પચ્ચક્ખાઇ (પચ્ચામ)
દુવિહં પિ આહારં અસણં, ખાઇમં,અન્નત્થણા-ભોગેણં, સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણ વોસિરઇ (વોસિરામિ).
અર્થ – દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યંત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અનાભોગ ( ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવીતે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
(નોંધ : પૂ.ગુરુભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહોંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચક્ખાણ, ઔષધ-પાણી લેનારે કરવું).