________________
૩૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલા રાતના પચ્ચક્ખાણ કરવાનાં હોય છે. એથી કરીને અહિં ‘પચ્ચક્ખાણ આવશ્યક' કરી લેવામાં આવે છે.)
ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશો જી. (૧)
હે ભગવન્ ! કૃપા કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી. (૧)
સાંજનાં પચ્ચક્ખાણ
પાણહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
પાણહાર દિવસ-ચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ)
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણું વોસિરઇ (વોસિરામિ) .
અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યંત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું) . તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું) .
(નોંધ-આયંબિલ –એકાસણ–નીવિ કે બીજા બિયાસણાવાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચક્ખાણ કરવું.)