________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૫
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને ? (ગુરુ કહે ‘એવં’=એમ જ છે) (૫)
(શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે ‘અહમપિ ખામેમિ તુમં – હું પણ તને ખમાવુંછું.) (s)
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું.(હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (=ફૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
-‘આવસ્ટિઆએ' સૂત્રનો ઉપયોગ વાંદણામાં એક વાર થતો હોય છે. તેમાં પહેલા વાંદણામાં ‘નિસીહિ’ કહીને પ્રવેશ કર્યા પછી ‘આવસિઆએ' કહીને ગુરૂ ભગવંતના અવગ્રહની બહાર નીકળવાનું હોય છે. ફરીવાર બીજા વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કરવા સહમતિ લીધા પછી ફરી ત્રીજીવાર ગુરૂ વાંદણા કરવાના ન હોવાથી ત્યાં ‘ આવસ્ટિઆએ’ બોલવાની જરૂર રહેતી નથી. વાંદણા સૂત્ર પૂર્ણ થાય ત્યારે અવગ્રહની બહાર સામાન્યતઃ નીકળાતું હોય છે.
-‘અવગ્રહ’ – પૂજ્ય ગુરૂ ભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય તે અવગ્રહ કહેવાય. ગુરૂ ભગવંતની આજ્ઞા વગર તેઓના અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. વાંદણામાં આજ્ઞા માંગીને બે વાર પ્રવેશ કરાય છે.
-અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી યથાજાત મુદ્રામાં બેસવું, મુહપત્તિ/રજોહરણ ઉપર ગુરૂચરણની સ્થાપના કરવી.
વાંદણા હંમેશા બે વખત સાથે જ અપાય છે. પ્રથમ વાંદણામાં નિસીહિ બોલી અવગ્રહમાં પ્રવેશ કરાય છે. આવસિઆએ બોલી અવગ્રહમાંથી બહાર નીકળાય છે.
બીજા વાંદણામાં નિસીહિ બોલી ફરી અવગ્રહમાં પ્રવેશ કરાય છે પણ આવસિઆએ પદ બોલાતું નથી – અવગ્રહ માંથી બહાર નીકળ્યાવિના જબાકીનું સૂત્ર બોલાય છે.
ગુરૂવંદનાનાં ત્રણ પ્રકારો છે. ૧- ફિટ્ટા વંદન ૨- થોભ વંદન અને ૩- દ્વાદશાવર્ત વંદન. વાંદણા તે દ્વાદશાવર્ત્ત વંદનનો પ્રકાર છે.