________________
૨૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલછે. (૧)
સામાયિક મહાસૂત્ર ઉચ્ચારવાની પરવાનગી
ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. (૧)
ભગવંત, સામાયિકમઠાસૂત્ર ઉચ્ચારવાની આજ્ઞા આપો. (જો ચરવળો હોય તો ઉભા થઈને અને ન હોય તો બેઠા બેઠા કરેમિ ભંતે' ઉચ્ચારવું.) (ગુરૂ કે વડીલ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો જાતે “કરેમિ ભંતે' કહેવું. આ સૂત્ર
ભગવાનની સાક્ષીએ બોલવાનું હોવાથી તે ઉભા ઉભા બોલવું જોઈએ.)
સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે! સામાઈએ,
સાવજ્જ જો– પચ્ચકખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ. (૧) હે ભગવંત! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગઈ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)