________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિકની પરવાનગી માંગે છે
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ઇચ્છું. (૧)
ભગવંત, સામાયિક લેવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લોકોત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ એ માટે સુગુરૂની આજ્ઞા લેવાનીછે
(b)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ? ઇચ્છું. (૧)
૨૫
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન ક૨વા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ભગવંત, આજ્ઞા પ્રમાણે સામાયિકમાં સ્થિર થાઉં છું. (૧)
(એમ કહી બંને હાથ જોડી નીચે મુજબ એક નવકાર ગણવો.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)