________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(મોઢે પડિલેહતાં). ૧૦- રસગારવ, ૧૧-ઋદ્ધિગારવ,
૧૨-સાતાગારવ પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩-માયાશલ્ય, ૧૪-નિયાણશલ્ય,
૧૫- મિથ્યાત્વશલ્ય પરિહરું.}
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧- ક્રોધ, ૧૭-માન પરિહરું.
(ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯-લોભ પરિહરું.} (ચરવળાથી જમણો પગ પડિલેહતા) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય,
૨૨-તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતા) ૨૩- વાયુકાય, ૨૪-વનસ્પતિ-કાય,
૨૫- ત્રસકાયની રક્ષા કરું.
ઈરિયાવહી, તસ્મઉત્તરી, અનર્થી અને લોગસ્સ એ ચારે સૂત્રો મળીને “ઈરિયાવહી પડિક્કમણા'નો વિધિ કહેવાય છે. કોઈપણ વિધિની શરૂઆતમાં તથા વચ્ચે અને તેના અંતમાં પણ આ વિધિ આવે છે. સામાયિક કે પ્રતિક્રમણ કરતાં, પારતાં, ચૈત્યવંદનની શરૂઆતમાં, દુઃસ્વપ્નનાં નિવારણ માટે, આશાતના નિવારવા, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધિ માટે આવે છે. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ તરતના, તાજા લાગેલા કર્મોને દૂર કરી ખંખેરી નાખવાનો છે..
- દેવ-ગુરુને પંચાંગ વંદન.
ઇચ્છામિ ખમાસમણો! - વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ,
િમત્યએણ વંદામિ. (૧). હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)