________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સદ્ગુરુના ગુણોનું વર્ણન
પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભચેર ગુત્તિધરો,
ચઉવિહ કસાય મુક્કો, ઇઅ અટ્ટારસ ગુણેહિ સંજુરો. (૧)
પંચ મહત્વય જુત્તો,
પંચ વિહાયાર પાલણ સમન્થો, પંચ સમિઓ તિ ગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મઝ. (૨) પાંચ ઈન્દ્રિયો (ના વિષયો)નો નિગ્રહ કરનાર તથા રોકનાર અને નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર કષાયથી મુક્ત, એ અઢાર ગુણોથી સંયુક્ત. (૧) પાંચમહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારોના પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિવાળા અને ત્રણ ગુપ્તિવાળા, એછત્રીશગુણોવાળા મારા ગુરુ છે. (૨)
આ સૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય રૂપે સ્થાપના કરતી વખતે આ સૂત્ર બોલાય છે. ગુરુ મહારાજ ન હોય તો સ્થાપનાચાર્ય કે પુસ્તકને ઊંચા સ્થાને સ્થાપી તેની સામે ક્રિયા કરવા નવકારની સાથે આ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, / ૬ જિ. મત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
આ સૂત્રથી દેવ અને ગુરુને વંદન થાય છે. આ વંદન બે પગ, બે હાથ અને મસ્તક એમ પાંચ અંગ નમાવીને થતું હોવાથી આ ખમાસમણ સૂત્રને પંચાંગ અથવા પ્રણિપાત સૂત્ર પણ કહેવાય છે.