________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જતા-આવતા જીવોની વિરાધનાની માફી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? “ઇચ્છે',
ઈચ્છામિ પડિક્કમિઉં (1) ઈરિયાવહિયાએ, વિરાહણાએ (૨)
ગમણાગમણે, (૩) પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસા, ઉરિંગ, પણગ,
દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે (૪)
જે મે જીવા વિરાહિયા (૫). એચિંદિયા, બેડદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા (f) અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા,
જીવિયાઓ વવરોવિયા,
તસ્સ મિચ્છામિ દુક્કડં. (ઈ. હે ભગવાન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું? (ભગવંત કહે “પાછા ફરો') (ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઈચ્છું છું પ્રમાણ ગણું છું). હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેનાથી પાછો ફરવા ઈચ્છું છું. (૧, ૨) જેમકે જતાં-આવતાં (ગમનાગમન કરતાં) જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલ ફૂગ, સચિત્ત પાણીયુક્ત સચિત્ત માટી, કરોળીયાની જાળ પગ નીચે આવવાથી. (૩,૪). એક ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના (નીચે જણાવ્યા મુજબ) કરી હોય. (૫,૬)