________________
ગુરુવંદન વિધિસહિત
૧૫
જં કિંચ અપત્તિ, પરપત્તિ,
ભરૂ, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિ ભાસાએ, જંકિંચિ મઝ વિણયપરિહાણે સહુમ વા, બાયર વા,
તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. હે ભગવન્! ઇચ્છું છું. દિવસ સંબંધી રાત્રિ સંબંધી) થયેલા અપરાધો ખમાવું છું આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃત્યમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે ધૂળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, જે તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ,
મર્થીએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
/ ગુરુવંદનની વિધિ પૂર્ણI