________________
ગુરુવંદન વિધિસહિત
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મન્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન ક૨વા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(એ પ્રમાણે બે વખત ખમાસમણ દેવાં, તે પછી ગુરૂની સમક્ષ હાથ જોડીને ઉભા રહીને આ સૂત્ર બોલવું)
ઇચ્છકાર ! સુહરાઇ ? (સુહદેવસિ ?) (સવારે ‘રાઈ’ બોલવું અને બપોર પછી ‘દેવસિ’ બોલવું) સુખતપ ? શરીર નિરાબાધ ? સુખ-સંજમ-જાત્રા નિર્વહો છો જી ?
સ્વામી ! શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજો જી
હે ગુરૂ મહારાજ ! (આપની) ઇચ્છા હોય તો પૂછું...આપનો દિવસ(રાત્રિ) સુખપૂર્વક પસાર થયો ? સુખપૂર્વક તપશ્ચર્યા થઈ ? શરીરથી રોગરહિત અવસ્થામાં છો ને ? સુખશાતાપૂર્વક સંયમની યાત્રામાં પ્રવર્તો છો ને ? હે સ્વામી! આપ શાતામાંછોને? (મનેભાત-પાણીનો લાભ આપશોજી). (૧)
(પદસ્થ હોય તો ફરી એક ખમાસમણ દેવું પછી)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અમ્મુઢિઓ મિ અભિંતર રાઈઅં (દેવસિઅં) ખામેઉં ? ઇચ્છું, ખામેમિ રાઈઅં (દેવસિઅં)