________________
ચૈત્યવંદન વિધિસહિત
શ્રી પાંચ જિનવરની, સર્વ તીર્થકરોની, શ્રુતજ્ઞાનની અને શ્રુતદેવીની સ્તુતિ
કલ્યાણકંદં પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદંડ પાસે પયાસં સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિ વદ્ધમાણ. (1)
કલ્યાણના મૂળ સમાન શ્રી ઋષભદેવ જિનેશ્વરને, મુનિઓના ઈન્દ્ર શ્રી શાંતિનાથને તથા શ્રી નેમિજિનેશ્વરને, ત્રણ ભુવનમાં પ્રકાશ કરનારા એવા શ્રી પાર્શ્વનાથ સ્વામીને, સર્વ ગુણોના સ્થાનરૂપ શ્રી વર્ધમાન સ્વામીને ભક્તિપૂર્વક હું વંદન કરું છું. (૧)
(પછી ખમાસમણ દેવું)
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ,
મર્થીએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
I ચૈત્યવંદનની વિધિ સંપૂર્ણ //