SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન વિધિસહિત આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩) જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધીમારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડે, આત્માનેવોસિરાવું છું. (૫) (એક નવકારનો કાઉસ્સગ્ન થાય સાંભળીને કરવો.) પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧). શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧) (તે પછી “નમો અરિહંતાણં કહીને કાઉસ્સગ્ન પારવો.) પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (1) (આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (એમ કહીને નીચેની થોય અથવા કોઈપણ એક થોય કહેવી)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy