________________
ચૈત્યવંદન વિધિસહિત
મહાવીર સ્વામીનું સ્તવન ગિરુઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ.૧
તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિર
ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોડીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ.૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરું, જે પરનારી વશ રાચ્યા રે. ગિ.૪
તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે. ગિ૫ (ત્યાર પછી બે હાથ જોડી, લલાટે રાખી, નીચેનું સૂત્ર બોલવું.) પરમાત્માની પાસે ભક્તિના ફળરૂપે તેર પ્રકારની પ્રાર્થના - યાચના
જય વયરાય! જયગુરુ !
હોઉ મમં તુહ પભાવઓ ભયd ભવ્ય નિબેઓ મગ્ગાણસારિઆ ઇ ફલ સિદ્ધિ. (૧) લોગવિરુદ્ધ ચ્ચાઓ, ગુરૂજણપૂઆ પરWકરણં ચ,
સુહ ગુરુ જોગો તવયણ સેવણા આભવમખેડા. (૨) (આટલું બોલ્યા પછી બંને હાથ લલાટથી નીચે ઉતારવા. હાથ લલાટ અને નાભિની વચ્ચે રાખવા) - વારિજ્જઈ જઈ વિ નિયાણ બંધણું,
વિયરાય! તુહ સમયે, તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. (૩)