________________
८
ચૈત્યવંદન વિધિસહિત
સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા જિનચૈત્યોની વંદના જાવંતિ ચેઇઆઇ,
ઉદ્દે અ અહે અ તિરિઅ લોએ અ, સવ્વાઈ તાઈ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ (૧)
ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં, અને તિર્આલોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે, તેને અહીં રહેલો હું, ત્યાં રહેલી સર્વે પ્રતિમાઓને વંદન કરું છું. (૧)
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ભરત, ઐરાવત, મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુ ભગવંતોની વંદના
જાવંત કે વિ સાહૂ, ભરહે૨વય મહાવિદેહે અ, સવ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું (૧)
ભરતક્ષેત્રમાં, ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં મનદંડ-વચનદંડકાયદંડ રૂપ ત્રણ દંડથી વિરામ પામેલાં જે કોઈપણ સાધુ ભગવંતો છે, તેઓ સર્વને હું મન, વચન, કાયાથી નમું છું. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (૧)
(આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.