________________
૧૦
ચૈત્યવંદન વિધિસહિત
દુર્ખ ખઓ કમ્પ ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ, સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણેણં. (૪) સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણે, પ્રધાનં સર્વ ધર્માણામ્, જૈનં જયિત શાસનમ્. (૫)
હે વીતરાગ ! હે જગતના ગુરુ ! (તમે) જય પામો. હે ભગવંત ! મને તમારી ભક્તિના પ્રભાવથી સંસાર પરથી કંટાળો (ભવ-નિર્વેદ), (તમારા) માર્ગને અનુસરવાની બુદ્ધિ (માર્ગાનુસારીપણું) અને (મને) ઈચ્છિત ફળની સિદ્ધિ હોજો. (૧) લોકમાં વિરોધ ઉત્પન્ન થાય એવા કાર્યનો ત્યાગ (લોકાપવાદ-ત્યાગ), વડીલજનોની પૂજા (આદર-સત્કાર-બહુમાન), પરોપકાર કરવાની તત્પરતા અને સદ્ગુરૂભગવંતોનો ભેટો (યોગ) તેમજ તે સદ્ગુરૂભગવંતના વચનની સેવા, આ સંસારમાંજ્યાં સુધી છું, ત્યાં સુધી મને અખંડપણેપ્રાપ્ત થાઓ. (૨) હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણું બાંધવાનું વારેલું (નિષેધેલું) છે, તો પણ મને જન્મોજન્મમાં તમારા ચરણોની સેવાપ્રાપ્ત હોજો. (૩) હે નાથ ! તમને નમસ્કાર કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિબીજ (સમ્યગ્દર્શન) એ (ચાર) પ્રાપ્ત થાઓ. (૪)
સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ ક્લ્યાણોના કારણરૂપ, સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન જય પામે છે.
(૫)
(પછી ઊભા થઈને)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ
(૧)
વંદણ વત્તિઆએ, પૂઅણ વત્તિઆએ, સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ, બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (૨)