________________
ચૈત્યવંદન વિધિસહિત
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ,
મર્થીએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું અને મસ્તક વડે વંદન કરું છું. (૧)
(એ પ્રમાણે બોલી ત્રણ ખમાસમણ દઈને પછી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
ચૈત્યવંદન કરું? “ઇચ્છે',
(કહી ડાબો ઢીંચણ ઊભો કરવો) સકલ કુશલ વલ્લી, પુષ્કરાવ મેઘો, દુરિત તિમિર ભાનુ કલ્પ વૃક્ષોપમાનઃ, ભવ જલ નિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ ,
સ ભવતુ સતત વ શ્રેયસે શાન્તિનાથ સઘળાકુશળની વેલડી સમાન, પુષ્પરાવર્તના મેઘ સમાન, અજ્ઞાનરૂપી અંધકાર માટે સૂર્ય સમાન, કલ્પવૃક્ષ સમાન, સંસાર રૂપ સમુદ્રમાં વહાણ સમાન, સર્વ સંપત્તિના કારણ રૂપ, તે શ્રી શાંતિનાથ હંમેશા તમારા કલ્યાણ માટે થાઓ. (૧)
(તે પછી કોઈ પણ અથવા નીચેનું ચૈત્યવંદન કહેવું)
(શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન) સિદ્ધારથ સુત વંદીએ,
ત્રિશલાનો જાયો, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો. (1)